IPL 2020: સુપરમૅન અનુકૂલ રૉયને આપી નીતા અંબાણીએ શાબાશી

Published: 8th October, 2020 14:07 IST | Agencies | Abu Dhabi

મંગળવારે રાજસ્થાન સામે સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં આવીને સુપરમૅન બનીને ગયેલા મુંબઈના અનુકૂલ રૉય પર સૌ ફિદા થઈ ગયા હતા

અનુકૂલ રોય
અનુકૂલ રોય

મંગળવારે રાજસ્થાન સામે સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં આવીને સુપરમૅન બનીને ગયેલા મુંબઈના અનુકૂલ રૉય પર સૌ ફિદા થઈ ગયા હતા. નવમી ઓવરના પહેલા બૉલમાં મહિપાલ લોમરારનો હવામાં ડાઇવ મારીને અફલાતૂન કૅચ અનુકૂલે પકડ્યો હતો. મુંબઈની ટીમનાં ઓનર નીતા અંબાણીઅે મૅચ બાદ ટીમને ફોન પર શાનદાર જીત બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે ખાસ કરીને અનુકૂલ રૉયના ‍અફલાતૂન કૅચ બદલ તેને શાબાશી આપીને પૂછ્યું હતું કે ‘કૈસા લગ રહા છે?’ ૨૧ વર્ષના ઝારખંડના બૅટટિંગ-ઑલરાઉન્ડરે શરમાતાં-શરમાતાં કહ્યું હતું, ‘બહુત અચ્છા લગ રહા હૈ, મૅમ.’ તેના જવાબથી બધા ખેલાડીઓ હસી પડ્યા હતા અને પછી તેની પાસે જઈને શાબાશી આપી હતી.
અનુકૂલ ઉપરાંત કિરોન પૉલાર્ડે પણ જૉશ બટલરનો અદ્ભુત કૅચ પકડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK