IPL 2020: મુંબઈની ૫૦ ટકાથી વધુ જીત રોહિતની ૬૦ ટકાથી વધુ જીત

Published: 14th October, 2020 14:58 IST | IANS | Dubai

મુંબઈ ઇન્ડિયન્સનો અનોખો રેકૉર્ડ : દરેક ટીમ સામે ૫૦ ટકાથી વધુ જીત

રોહિત શર્મા
રોહિત શર્મા

રવિવારે દિલ્હી કૅપિટલ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલમાં અેક અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. મુંબઈનો આ દિલ્હીની ૨૫મી મૅચમાં ૧૩મો વિજય હતો અને આ સાથે તેમની જીતની ટકાવારી બાવનની થઈ ગઈ છે. આમ હવે મુંબઈઅે ટુર્નામેન્ટની બધી જ ટીમો સામે ૫૦ ટકાથી વધુ જીત મેળવી છે. આવું કરનારી અે અેકમાત્ર ટીમ બની છે. મુંબઈઅે બે ટીમ સામે તો ૬૦ ટકાથી વધુ જીત મેળવી છે. કલકત્તા સામે ૨૬માંથી ૨૦ જીતીને ૭૭ ટકા અને બૅન્ગલોર સામે ૨૬માંથી ૧૬ જીતીને ૬૩ ટકા જીત મેળવી છે.

ધોની કરતા રોહિત હિટ

ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઅે ટુર્નામેન્ટમાં ૧૦૦ કરતા વધુ મૅચ જીતીને તેનો દબદબો જમાવ્યો પણ જીતની ટકાવારીમાં તો મુંબઈનો રોહિત શર્મા તેની આગળ છે. ધોનીની ૫૮.૫૬ની જીતની ટકાવારી સામે રોહિતની ૬૦.૩૬ છે. ૫૦થી વધુ મૅચમાં કૅપ્ટશીની જીતની ટકાવારીની સરખામણી કરીઅે તો રોહિત ૧૧૧ મૅચમાં ૬૭ જીતીને ૬૦.૩૬ની જીતની ટકાવારી સાથે પહેલા નંબરે છે. સચિન તેન્ડુલકર ૫૧ મૅચમાં ૩૦ જીત સાથે ૫૮.૮૨ની ટકાવારી સાથે બીજા અને ધોની ૧૮૧ મૅચમાં ૧૦૬ જીત સાથે ૫૮.૫૬ સાથે ત્રીજા નંબરે છે.

મુંબઈની દરેક ટીમ સામે જીતની ટકાવારી
ટીમ મૅચ જીત ટકાવારી
કલકત્તા ૨૬ ૨૦ ૭૭
બૅન્ગલોર ૨૬ ૧૬ ૬૩
ચેન્નઈ ૨૯ ૧૭ ૫૯
પંજાબ ૨૫ ૧૪ ૫૬
હૈદરાબાદ ૧૫ ૮ ૫૩
રાજસ્થાન ૨૧ ૧૧ ૫૨
દિલ્હી ૨૫ ૧૩ ૫૨

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK