IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ 57 રને જીતી

Published: 6th October, 2020 23:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રાજસ્થાન રૉયલ્સની ખૂબ જ નબળી શરૂઆત રહી હતી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે અબુ ધાબીમાં મેચ રમાઈ હતી, જેમાં પહેલી બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે 193 રન કર્યા હતા, જેની સામે ખૂબ જ નબળી શરૂઆત કરનાર રાજસ્થાન રૉયલ્સે 136 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર ડી કોકે 15 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 23 રન, કૅપ્ટન રોહિત શર્માએ 23 બોલમાં બે ફોર અને ત્રણ સિક્સ સાથે 35 રન કર્યા હતા. ઈશાન કિશન પહેલા જ બોલમાં આઉટ થયો હતો, જ્યારે કૃણાલ પંડ્યાએ 12 રન કર્યા હતા. અંતે સુર્યકુમાર યાદવ 47 બોલમાં 11 ફોર અને બે સિક્સ સાથે 79 રન અને હાર્દિક પંડ્યા 19 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 30 રન કર્યા હતા.

catch

રાજસ્થાન રૉયલ્સના બોલર્સના આંકડા જોઈએ તો રાજપૂતે ત્રણ ઓવરમાં 42 રન, શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ, જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 34 રન આપીને એક વિકેટ, કાર્તિક ત્યાગીએ ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ, ટોમ ક્યુરને ત્રણ ઓવરમાં 33 રન અને રાહુલ તિવેતિયાએ બે ઓવરમાં 13 રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં શરૂઆતથી જ રાજસ્થાન રૉયલ્સની વિકેટો પડવાની શરૂ થઈ ગઈ હતી. પહેલી ત્રણ ઓવરમાં જ ત્રણ બેટ્સમેન પેવેલિયન ભેગા હતા. જૈસવાલ અને સંજુ સેમસન શૂન્ય અને કૅપ્ટન સ્ટીવ સ્મિથ છ રને આઉટ થયા હતા. લોમરૂર 13 બોલમાં 11 રન, બટલરે આક્રમક બેટિંગ કરતા 44 બોલમાં ચાર ફોર અને પાંચ સિક્સ મારીને 70 રન કર્યા હતા. ટોમ ક્યુરને 16 બોલમાં ફક્ત 15 રન, રાહુલ તિવેતિયા પાંચ રન, શ્રેયસ ગોપાલે એક રન, જોફ્રા આર્ચરે 11 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ સાથે 24 રન, રાજપૂત બે રને આઉટ થયો હતો.

buttler

મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સની વાત કરીએ તો ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 20 રન આપીને ચાર વિકેટ, પોલાર્ડે બે ઓવરમાં 24 રન આપીને એક વિકેટ, કૃણાલ પંડ્યાએ બે ઓવરમાં 22 રન, રાહુલ ચહરે 24 રન આપીને એક વિકેટ, જેમ્સ પેટિસને ત્રણ ઓવર એક બોલમાં 19 રન આપીને બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK