IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વિકેટે જીતી

Updated: 11th October, 2020 23:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ડી કોક અને યાદવની ફીફ્ટી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે મુંબઈ  ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે અબુ ધાબીમાં મેચ રમાઈ હતી, જેમાં દિલ્હી કૅપિટલ્સે પહેલી બેટિંગ કરતા ચાર વિકેટે 162 રન કર્યા હતા, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટે 166 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં પૃથ્વી શોએ ચાર રન, રહાણે 15 રન, કૅપ્ટન શ્રેયસ ઐય્યર 33 બોલમાં પાંચ ફોર મારીને 42 રન, સ્ટોઈનિસે આઠ બોલમાં 13 રને આઉટ થયો હતો. શિખર ધવન 52 બોલમાં છ ફોર અને એક સિક્સ મારીને 69 રન અને વિકેટકીપર એલેક્સ કેરી નવ બોલમાં 14 રને નોટઆઉટ રહ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સમાં બોલ્ટે ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ, જેમ્સ પેટીનસન ત્રણ ઓવરમાં 37 રન, બુમરાહ ચાર ઓવરમાં 26 રન, કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ, પોલાર્ડે એક ઓવરમાં 10 રન અને રાહુલ ચહરે ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા.

dhawan

બીજી ઈનિંગમાં કૅપ્ટન રોહિત શર્માએ 12 બોલમાં ફક્ત પાંચ રન, વિકેટકીપર ડી કોકે 36 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ મારીને 53 રન, સુર્યકુમાર યાદવ 32 બોલમાં છ ફોર અને એક સિક્સ મારીને 53 રન અને હાર્દિક પંડ્યા ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. ઈશાન કુશન 15 બોલમાં બે ફોર અને બે સિક્સ મારીને 28 રન, પોલાર્ડે 14 બોલમાં 11 રન અને કૃણાલ પંડ્યાએ સાત બોલમાં 12 રન કર્યા હતા.

રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ, રબાડા ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ, એનરીચ નોર્તજેએ ચાર ઓવરમાં 28 રન આપ્યા હતા. હર્ષલ પટેલે બે ઓવરમાં 20 રન, અક્ષર પટેલે ત્રણ ઓવરમાં 24 રન આપીને એક વિકેટ અને માર્કસ સ્ટોઈનીસે બે ઓવર ચાર બોલમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી.

First Published: 11th October, 2020 23:03 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK