IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સનો 34 રને વિજય

Published: 4th October, 2020 19:26 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કૃણાલ પંડ્યાની ચાર બોલની ઈનિંગ મહત્વની સાબિત થઈ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

આજે ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં શારજાહના નાના મેદાનમાં બે ચૅમ્પિયન્સ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મોટી ટક્કર જામી હતી. બન્ને ટીમ અત્યાર સુધી ચાર-ચાર મૅચ રમી હતી જેમાંથી એકસરખી બેમાં જીતી હતી અને બેમાં હારી હતી. મુંબઈ ઈન્ડિયન્સે પહેલી મૅચમાં ચેન્નઈ સામે હારથી શરૂઆત કરી હતી, પણ બીજી મૅચમાં કલકત્તાને હરાવીને કમબૅક કર્યું હતું. જોકે ત્રીજી મૅચમાં બૅન્ગલોર સામે ટાઇ બાદ હારનો સામનો કરવો પડ્યો હતો, પણ પંજાબ સામે પાવરફુલ જીત સાથે ટીમે ફરી અસલી ટચ મેળવી લીધો હતો. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્રથમ બન્ને મૅચમાં બૅન્ગલોર અને કલકત્તા સામે હારીને ખરાબ શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ તેમની યુવા ભારતીય ખેલાડીઓના સહારે દિલ્હી અને ચેન્નઈને ઝુકાવીને બધાને ચોંકાવી દીધા હતા.

આજે પહેલી બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયનસે પાંચ વિકેટે 208 રન કર્યા હતા, જેની સામે સનરાઈઝર્સ હૈદરાબાદે સાત વિકેટે 174 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં કૅપ્ટન રોહિત શર્મા છ રન, વિકેટકીપર ડી-કોક 39 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ મારીને 67 રન, સુર્યકુમાર યાદવ 18 બોલમાં છ ફોર મારી સાથે 27 રન, ઈશાન કિશને 23 બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 31 રન, હાર્દિક પંડ્યા 19 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 28 રને આઉટ થયો હતો. અંતે પોલાર્ડ 13 બોલમાં ત્રણ સિક્સ મારીને 25 રન અને કૃણાલ પંડ્યા ચાર બોલમાં બે ફોર અને બે સિક્સ મારીને 20 રને નોટઆઉટ રહ્યા હતા.

SRHમાં સંદિપ શર્માએ ચાર ઓવરમાં 41 રન આપીને બે વિકેટ, ટી નટરાજને ચાર ઓવરમાં 29 રન, એસ કોલે ચાર ઓવરમાં 64 રન આપીને બે વિકેટ, અબ્દુલ સામદે બે ઓવરમાં 27 રન, રાશીદ ખાને 22 રન આપીને એક વિકેટ અને કેન વિલિયમસને બે ઓવરમાં 24 રન આપ્યા હતા.

warner

બીજી ઈનિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદમાં વિકેટકીપર બેરિસ્ટો 15 બોલમાં બે ફોર અને બે સિક્સ મારીને 25 રન, મનિષ પાંડે 19 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 30 રન, વિલિયમસન માત્ર ત્રણ રન, પ્રિયમ ગર્ગ આઠ રન, ડેવિડ વોર્નર 44 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ મારીને 60 રન, અબ્દુલ સામદ એક ફોર અને બે સિક્સ મારીને નવ બોલમાં 20 રન, અભિષેક શર્મા 13 બોલમાં માત્ર 10 રને આઉટ થયો હતો. જ્યારે રાશિદ ખાને સાત બોલમાં ત્રણ રન કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સના આંકડા જોઈએ તો કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ, જેમ્સ પેટીસને ચાર ઓવરમાં 29 રન આપીને બે વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ, જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. રાહુલ ચહરે એક ઓવરમાં 16 રન અને પોલાર્ડે ત્રણ ઓવરમાં 20 રન આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK