IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સે જ મેચ ખતમ કરી

Published: 23rd October, 2020 22:23 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

ટ્રેન્ટ બોલ્ટે ચાર વિકેટ લીધી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે શારજહામાં રમાયેલી મેચમાં સીએસકેએ માત્ર 114 રન કર્યા હતા અને MIના ઓપનર્સે જ ટાર્ગેટને 12 ઓવર બે બોલમાં પુરો કર્યો હતો.

પહેલી ઈનિંગમાં રુતુરાજ ગાયકવાડ શૂન્ય, ડુ પ્લેસિસ એક રન, અંબાતિ રાયડૂ બે રન, એન જગદીશન શૂન્ય, કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 16 બોલમાં 16 રન, રવિન્દ્ર જાડેજા સાત રન, ચહર શૂન્ય, ઠાકુર 11 રને આઉટ થયો હતો. અંતે ઈમરાન તાહિર 10 બોલમાં 13 રને નોટઆઉટ રહ્યો હતો. CSKની 71 રનમાં આઠ વિકેટ પડી ગઈ હતી, જોકે સેમ કૅરને અંત સુધી બેટિંગ કરીને 47 બોલમાં ચાર ફોર અને બે સિક્સ મારીને 52 રન કરતા ટીમનો સ્કોર 114 સુધી પહોંચ્યો હતો.

curran

MIમાં ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 18 રન આપીને ચાર વિકેટ લીધી હતી, જેમાં એક મેડેન ઓવરનો પણ સમાવેશ હતો. જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ, કૃણાલ પંડ્યા ત્રણ ઓવરમાં 16 રન, રાહુલ ચહર ચાર ઓવરમાં 22 રન આપીને બે વિકેટ, કાઉન્ટર-નાઈલ ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ અને પોલાર્ડે એક ઓવરમાં ચાર આપ્યા હતા.

બીજી ઇનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર્સે જ મેચ ખતમ કરી હતી. ઈશાન કિશને 37 બોલમાં છ ફોર અને પાંચ સિક્સ મારીને 68 રન અને ડી કોકે 37 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ મારીને 46 રન કર્યા હતા.

kishan

CSKના બોલર્સની વાત કરીએ તો જોશ હેઝલવુડે બે ઓવરમાં 17 રન, ઈમરાન તાહિરે ત્રણ ઓવરમાં 22 રન, શાર્દુલ ઠાકુરે બે ઓવર બે બોલમાં 26 રન, રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 15 રન અને દિપક ચહરે ચાર ઓવરમાં 34 રન આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK