IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સનો સરળતાથી વિજય

Published: 31st October, 2020 18:26 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહની ત્રણ-ત્રણ વિકેટ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC)ની દુબઈમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા DC માત્ર 110 રન કરી શકી હતી, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સે સરળતાથી ફક્ત એક વિકેટ ગુમાવીને 14 ઓવર બે બોલમાં આ ટાર્ગેટ પુરો કર્યો હતો.

પહેલી ઈનિંગમાં પૃથ્વી શો 11 બોલમાં 10 રન, શિખર ધવન શૂન્ય, કૅપ્ટન શ્રેયસ ઐય્યર 29 બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને 25 રન, રિષભ પંત 24 બોલમાં બે ફોર મારીને 21 રન, સ્ટોઈનિસ માત્ર 2 રન, હૅથમૅયર 11 રન, હર્ષલ પટેલ પાંચ રન, રવિચંદ્રન અશ્વિન નવ બોલમાં એક સિક્સ મારીને 12 રન, રબાડા પણ એક સિક્સ મારીને સાત બોલમાં 12 રને આઉટ થયો હતો. પ્રવિણ દુબે 13 બોલમાં સાત રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

MIમાં ટ્રેન્ટ બોલ્ટે 21 રન આપીને ત્રણ વિકેટ, કૃણાલ પંડ્યા ત્રણ ઓવરમાં 13 રન, જયંત યાદવ ત્રણ ઓવરમાં 18 રન, જસપ્રિત બુમરાહ 17 રન આપીને ત્રણ વિકેટ, કાઉન્ટર-નાઈલ બે ઓવરમાં 14 રન આપીને એક વિકેટ અને રાહુલ ચહરે ચાર ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં ક્વિન્ટન ડી કોકે 28 બોલમાં બે ફોર મારીને 26 રને આઉટ થયો હતો, જ્યારે ઈશાન કિશન 47 બોલમાં આઠ ફોર અને ત્રણ સિક્સ મારીને 72 રન અને સુર્યકુમાર યાદવ 12 રને નોટઆઉટ રહ્યો હતો.

DCમાં રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 18 રન, પ્રવિણ દુબેએ ત્રણ ઓવરમાં 29 રન, એનરિચ નોર્તજેએ બે ઓવર બે બોલમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી. માર્કસ સ્ટોઈનીસે એક ઓવરમાં ચાર રન, પ્રવિણ દુબેએ, ત્રણ ઓવરમાં 29 રન અને હર્ષલ પેટેલે એક ઓવરમાં આઠ રન આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK