IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સનો સરળતાથી વિજય

Published: 16th October, 2020 22:48 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

રોહિત અને ડી કોક વચ્ચે 94 રનની ઓપનિંગ પાર્ટનરશીપ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની અબુ ધાબીમાં રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા કેકેઆરએ પાંચ વિકેટે 148 રન કર્યા હતા, જેની સામે મુંબઈ ઈન્ડિયન્સે સરળતાથી બે વિકેટે 149 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં ત્રિપાઠી માત્ર સાત રન, શુભમ ગીલ 23 બોલમાં ફક્ત 21 રન, નીતિશ રાણા પાંચ રન, દિનેશ કાર્તિક ચાર રન અને રસેલ નવ રને આઉટ થયો હતો. જોકે કૅપ્ટન મોર્ગન 29 બોલમાં બે ફોર અને બે સિક્સ મારીને 39 રન અને ક્યુમિન્સ 36 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ મારીને 53 રને નોટઆઉટ રહ્યા હતા.

kkr

MIના બોલર્સમાં બોલ્ટે ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ, કાઉન્ટર-નાઈલ ચાર ઓવરમાં 51 રન આપીને એક વિકેટ, બુમરાહ ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ, કૃણાલ પંડ્યા ચાર ઓવરમાં 33 રન અને રાહુલ ચહરે ચાર ઓવરમાં ફક્ત 18 રન આપીને બે વિકેટ લીધી હતી.

de kock

બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની ઓપનિંગ પાર્ટનરશીપ જ  94 રનની હતી. કૅપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ મારીને 35 રને શિવમ માવીનો શિકાર બન્યો હતો. સુર્યકુમાર યાદવ 10 રને આઉટ થયો હતો. મેચનો હિરો ક્વિન્ટીન ડી કોકે 44 બોલમાં નવ ફોર અને ત્રણ સિક્સ મારીને 78 રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 21 રન કર્યા હતા.  

કેકેઆરમાં વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 23 રન આપીને એક વિકેટ, ક્રિસ ગ્રીને બે ઓવર પાંચ બોલમાં 24 રન, પેટ ક્યુમિન્સે ત્રણ ઓવરમાં 28 રન, કૃષ્ણ બે ઓવરમાં 30 રન, રસેલ બે ઓવરમાં 15 રન અને શિવમ માવીએ ત્રણ ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK