IPL 2020: સુર્યકુમાર યાદવનો વન મેન શો

Published: 28th October, 2020 22:58 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

મુંબઈ ઈન્ડિયન્સનો પાંચ વિકેટે વિજય

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે અબુ ધાબી સ્થિત રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની મેચ યોજાઈ હતી. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા આરસીબીએ છ વિકેટે 164 રન કર્યા હતા, જેની સામે MIએ પાંચ વિકેટે 166 રન કર્યા હતા.

paddikal

પહેલી ઈનિંગમાં જોશ ફિલિપ 24 બોલમાં ચાર ફોર અને એક સિક્સ મારીને 33 રન, દેવદત્ત પડીક્કલ 45 બોલમાં 12 ફોર અને એક સિક્સ મારીને 74 રન, કૅપ્ટન વિરાટ કોહલી 14 બોલમાં માત્ર નવ રન, એબી ડી વિલીયર્સ 12 બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને 15 રન, શિવમ દુબે છ બોલમાં બે રન, ક્રિસ મોરિસ ચાર રને આઉટ થયો હતો. અંતે ગુરકીરત સિંહે 11 બોલમાં બે ફોર મારીને 14 રન અને વોશિંગ્ટન સુંદરે છ બોલમાં એક ફોર મારીને 10 રને નોટઆઉટ રહ્યા હતા.

MIમાં ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ, જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જેમાં એક મેડન ઓવરનો પણ સમાવેશ હતો. કૃણાલ પંડ્યા ચાર ઓવરમાં 27 રન, જેમ્સ પેટિસન ત્રણ ઓવરમાં 35 રન, રાહુલ ચહર ચાર ઓવરમાં 43 રન આપીને એક વિકેટ અને પોલાર્ડે એક ઓરમાં પાંચ રન આપીને એક વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર ડી કોકે 19 બોલમાં એક સિક્સ મારીને 18 રન, ઈશાન કિશન 19 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 25 રન, સૌરભ તિવારી આઠ બોલમાં માત્ર પાંચ રન, કૃણાલ પંડ્યા 10 બોલમાં એક ફોર મારીને 10 રન, હાર્દિક પંડ્યા 15 બોલમાં બે સિક્સ મારીને 17 રને આઉટ થયો હતો. સુર્યકુમાર યાદવ 43 બોલમાં 10 ફોર અને ત્રણ સિક્સ મારીને 79 રન અને કૅપ્ટન કાર્યન પોલાર્ડ એક બોલમાં ચાર રને નોટઆઉટ રહ્યા હતા.

RCBમાં વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 20 રન, યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 37 રન આપીને બે વિકેટ, ડેલ સ્ટૅન ચાર ઓવરમાં 43 રન, ક્રિસ મોરિસે ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ, મોહમ્મદ સિરાજે ત્રણ ઓવર એક બોલમાં 28 રન આપીને બે વિકેટ લીધી હતી.    

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK