IPL 2020: હારી ગયા પછી સ્મિથને વધુ એક નુકસાન, 12 લાખનો દંડ

Published: 7th October, 2020 14:04 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ પહેલા રૉયલ ચેલેન્જર્સ બૅંગલોર (RCB)ના કૅપ્ટન વિરાટ કોહલી અને દિલ્હી કૅપિટલ્ના કૅપ્ટન શ્રેયસ અય્યરને પણ આ સીઝનમાં આ દંડ ફટકારવામાં આવ્યો છે.

સ્ટીવ સ્મિથ
સ્ટીવ સ્મિથ

ઇન્ડિયન પ્રીમિયરલ લીગ (IPL 2020)ની 13મી સીઝનમાં રાજસ્થાન રૉયલ્સને સતત ત્રીજીવાર હારનો સામનો કરવો પડ્યો છે. આ પરાજય બાગ કૅપ્ટન સ્ટીવ સ્મિથને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્લો ઓવર રેટ માટે તેણે 12 લાખ રૂપિયાનું દંડ ભરવાનું રહેશે. 6 ઑક્ટોબરના મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ મળેલી 57 રન્સની હાર પછી સ્મિથને આ દંડ ફટકારવામાં આવ્યો. રાજસ્થાન રૉયલ્સની ટીમ આ સીઝનમાં પેહલીવાર સ્લો-ઓવર રેટની દોષી થઈ છે, ત્યારે સ્મિથને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા રૉયલ ચેલેન્જર્સ બૅંગલોર (RCB)ના કૅપ્ટન વિરાટ કોહલી અને દિલ્હી કૅપિટલ્ના કૅપ્ટન શ્રેયસ અય્યરને પણ આ સીઝનમાં આ દંડ ફટકારવામાં આવ્યો છે.

આઇપીએલ મીડિયા રિલીઝ પ્રમાણે, "કારણકે આ સીઝનમાં આ તેમની ટીમનું પહેલું ઑફેન્સ છે, મિસ્ટપ સ્મિથને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે." રાજસ્થાન રૉયલ્સને પોતાની આગામી મેચ 9 ઑક્ટોબરના દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવાની રહેશે. મુંબઇ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં ચાર વિકેટ પર 193 રન્સ બનાવ્યા. સૂર્યકુમાર યાદવ 79 રન નૉટઆઉટ રહ્યો. જ્યારે રાજસ્થાન રૉયલ્સની ટીમ 18.1 ઓવરમાં 136 રન્સ પર ઓલઆઉટ થઈ ગઈ.

જસપ્રીત બુમરાહે ચાર, ટ્રેટ બોલ્ટ અને દેમ્સ પેટિંસને બે-બે જ્યારે રાહુલ ચાહર અને કીરોન પોલાર્ડે એક-એક વિકેટ લીધી. મુંબઇ ઇન્ડિયન્સ આ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. તો રાજસ્થાન રૉયલ્સની ટીમ સાતમા નંબરે પહોંચી ગઈ છે. રાજસ્થાન રૉયલ્સે દિલ્હી કૅપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ જીત નોંધાવી જબરજસ્ત શરૂઆત કરી હતી, પણ તેના પછી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ, આરસીબી અને મુંબઇ ઇન્ડિયન્સ સામે હારી ચૂકી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK