IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સની ચિંતા વધી

Published: 25th October, 2020 17:16 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

ગયા રવિવારે દુબઈમાં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) સામે રમતા રોહિતને આ ઈન્જરી થઈ હતી.

રોહિત શર્મા
રોહિત શર્મા

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કૅપ્ટન રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈન્જરીથી પિડાઈ રહ્યો છે. ગયા રવિવારે દુબઈમાં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) સામે રમતા રોહિતને આ ઈન્જરી થઈ હતી. આ મેચ બાદ તે મેદાનમાં ઉતરી શક્યો નહીં. તેથી આજે સાંજે રાજસ્થાન રૉયલ્સ (RR) સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કૅપ્ટન રમી શકશે નહીં.

ટીમ મેનેજમેન્ટ રોહિત શર્માની વાપસી બુધવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં રમી શકે છે કે નહીં તે ચકાસશે. આમ જે દિવસથી રોહિત ઈન્જર્ડ થયો તે પછી 10 દિવસનો બ્રેક થયો છે.

આઈપીએલની આગામી મહત્વની મેચોની સાથે ભારતીય ક્રિકેચ કંટ્રોલ બોર્ડ (BCCI)ની નજર ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ઉપર છે. આમાં રોહિત શર્માએ ફીટ થઈને મેદાનમાં ફરી ઉતરવું જ પડશે.

ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા મહત્વનો ઓપનર બેટ્સમેન હોવાથી લોકોની નજર રોહિતની રિકવરી ઉપર છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK