IPL 2020: શું ધોની બાકીની મેચોમાં ભાગ લેશે?

Published: 25th October, 2020 18:10 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

આજની મેચમાં આરસીબી સામે ધોની રમી રહ્યો છે પણ શું તે આગળ રમશે કે નહીં તે બાબતે કૅપ્ટન કુલે સ્પષ્ટતા કરી છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)માં નબળા પ્રદર્શનને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)થી ફૅન્સ નારાજ છે. સોશ્યલ મીડિયામાં પણ સીએસકેની ખૂબ જ મજાક ઉડી રહી છે. આજની મેચમાં આરસીબી સામે ધોની રમી રહ્યો છે પણ શું તે આગળ રમશે કે નહીં તે બાબતે કૅપ્ટન કુલે સ્પષ્ટતા કરી છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની હાર બાદ આઈપીએલમાં ટીમના કેપ્ટન ધોનીના ભાવિ વિશે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચોક્કસપણે આ સિઝનની બાકીની મેચ રમશે. કેપ્ટન ધોનીનું કહેવું છે કે હવે તે બાકીની મેચ માટે ભાવિ ટીમ તૈયાર કરવાનું કામ કરશે. ધોની કહે છે કે હવે ટીમમાં યુવા ખેલાડીઓને અજમાવવાની સારી તક છે.

મહેન્દ્રસિંહ ધોનીની આ સિઝન બાદ આઈપીએલને અલવિદા કહેવાની અટકળો ચાલી રહી છે. છેલ્લી મેચમાં હાર બાદ કેપ્ટન ધોનીએ તેની જર્સી પંડ્યા ભાઈઓને ભેટમાં આપી હતી. આ સીઝનમાં લગભગ દરેક મેચ બાદ, ધોની વિરોધી ટીમના ખેલાડીઓને તેની જર્સી અથવા ઓટોગ્રાફ આપી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK