IPL 2020: આ તો ધોનીનો જબરો ફૅન છે, જાણો શું કર્યું...

Published: 14th October, 2020 17:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ વાતની નોંધ સોશ્યલ મીડિયા ઉપરાંત સીએસકે ટીમે પણ લીધી હતી.

તસવીર સૌજન્યઃ સીએસકેનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ સીએસકેનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કરોડો ફૅન્સ છે, ખાસ કરીને સાઉથમાં ફૅન્સ તેને ‘Thala’ કહે છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ અને ધોનીનું પ્રદર્શન આ વખતે ભલે દર વખત જેવુ ન હોય પરંતુ તેમના ચાહકોનો પ્રેમ ઓછો થયો નથી એ તાજેતરમાં જ એક ચાહકે જે કર્યું તેનાથી સાબિત થાય છે.

તામિલ નાડુના કુડાલોર જીલ્લામાં એક વ્યક્તિએ ધોની અને સીએસકેના માનમાં તેના આખા ઘરમાં પીળો કલર કર્યો છે, એટલું જ નહીં તેણે ટીમનો લોગો પણ પેઈન્ટ કર્યો છે.

ગોપીકૃષ્ણને તેના ઘરના પ્રવેશદ્વાર આગળ ‘#HOME OF DHONI FAN’ બોલ્ડ લેટર્સમાં પેઈન્ટ કર્યું છે. આ વાતની નોંધ સોશ્યલ મીડિયા ઉપરાંત સીએસકે ટીમે પણ લીધી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના અધિકૃત ટ્વીટર અકાઉન્ટમાં ગોપીકૃષ્ણનનો ઉલ્લેખ કરીને તેના સંદર્ભે એક પોસ્ટ પણ લખી હતી.

રિપોર્ટ અનુસાર ગોપીકૃષ્ણન મિડલ ઈસ્ટમાં કામ કરતો હતો પરંતુ કોરોના મહામારીને લીધે તે પરત વતનમાં આવ્યો હતો. તેના ઘરમાં પીળો કલર કરવા પાછળ તેણે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK