IPL 2020: મૅચ જીત્યા બાદ બેંગ્લોર ટીમની જોરદાર ઉજવણી, વિરાટે ગાયું આ પંજાબી ગીત

Published: 30th September, 2020 17:07 IST | Gujarati Mid-day Online Correspondent | Abu Dhabi

RCBએ સુપર ઓવરમાં મેચ આકર્ષક રીતે જીતી હતી. જીત બાદ આરસીબીએ ઉજવણી કરી. પહેલા ખેલાડીઓ પૂલમાં આનંદ માણી રહ્યા હતા અને ત્યાર બાદ વિરાટ કોહલી (Virat Kohli)એ પંજાબી ગીત 'દિલ લે ગઈ કુડી ગુજરાત દી...'ગાયું હતું.

બેંગ્લોર ટીમની જોરદાર ઉજવણી
બેંગ્લોર ટીમની જોરદાર ઉજવણી

આ વર્ષે આઈપીએલ (IPL)માં વિરાટ કોહલીની કેપ્ટનસીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર જબરદસ્ત પર્ફોર્મન્સ કરી રહી છે. અત્યાર સુધી બેંગ્લોર ત્રણ મૅચ જીતી ચૂકી છે. તેનો ત્રીજો મુકાબલો આઈપીએલ (IPL)ની સૌથી શક્તિશાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સાથે થયો હતો. RCBએ સુપર ઓવરમાં મેચ આકર્ષક રીતે જીતી હતી. જીત બાદ આરસીબીએ ઉજવણી કરી. પહેલા ખેલાડીઓ પૂલમાં આનંદ માણી રહ્યા હતા અને ત્યાર બાદ વિરાટ કોહલી (Virat Kohli)એ પંજાબી ગીત 'દિલ લે ગઈ કુડી ગુજરાત દી...'ગાયું હતું. પછી એ જ ગીત પર ભાંગડા પણ કર્યા. સોશિયલ મીડિયા પર આ ઉજવણીનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયો આરસીબીએ યૂ-ટ્યૂબ પર શૅર કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે મૅચ જીત્યા બાદ ખેલાડીઓ પૂલમાં વોલીબૉલ રમ્યા. દુબઈમાં ઘણી ગરમી છે. આવી સ્થિતિમાં તેમણે પૂલમાં જ મજા કરી. ત્યારબાદ રાત્રે કેરીઓકે નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ખેલાડીઓએ ગીતો ગાયા હતા અને જોરદાર ડાન્સ પણ કર્યો હતો. વિરાટ કોહલીએ ગાવા માટે એક પંજાબી ગીત પસંદ કર્યું હતું. સાથે બોલર નવદીપ સૈનીએ તેમને ટેકો આપ્યો હતો. દેવદત્ત પડિક્કલે પણ તેની સાથે જોરદાર ડાન્સ કર્યો.

આરસીબીને એરોન ફિન્ચ અને દેવદત્ત પડિક્કલે પહેલી વિકેટ માટે 81 રન જોડીને સકારાત્મક શરૂઆત કરી હતી. ડિવિલિયર્સે 24 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 55 રન અને શિવમ દુબેએ ત્રણ છગ્ગાની મદદથી દસ બોલ પર 27 રનનું યોગદાન આપ્યું હતું.

મુંબઈની શરૂઆત સારી રહી ન હતી અને તેમની 39 રનમાં જ ત્રણ વિકેટ થઈ ગઈ હતી. એવામાં યુવા ક્રિકેટર ઈશાન કિશને 58 બોલ પર બે ચોગ્ગા અને નવ છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો અને એની સાથે પોલાર્ડે 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 60 રન બનાવ્યા હતા. આ બન્નેએ પાંચમી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK