IPL 2020: હાર્દિક અને મોરિસે આચારસંહિતાનો ભંગ કર્યો

Published: 29th October, 2020 15:34 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

બંને ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી થઈ હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રૉયલ ચેન્જર્સ બેંગ્લોર (RCB)ની મેચ રમાઈ હતી. તેમ જ મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યા અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ક્રિસ મોરિસ વચ્ચે ગરમાગરમી થઈ હતી.

મેચની 15 મી ઓવરમાં, મોરિસે તેની બોલિંગથી પંડ્યાને ઘણો હેરાન કર્યો, પરંતુ આ ઓવરના ચોથા બોલ પર પંડ્યાએ છગ્ગો ફટકાર્યો હતો. 19 મી ઓવરમાં મોરિસને, પંડ્યા ને મોહમ્મદ સિરાજના હાથે કેચ કરાવી ને આઉટ કર્યો હતો. આ પછી, પેવેલિયન પરત ફરતી વખતે પંડ્યા અને મોરિસ વચ્ચે મૌખિક યુદ્ધ થયુ હતુ.

મેચ બાદ રેફરીએ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરતાં, બંને ખેલાડીઓને ઠપકો આપ્યો હતો. મોરિસને લેવલ એક એટલેકે 2.5 નો દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે જ સમયે, હાર્દિક પંડ્યાને લેવલ એક હેઠળ 2.20 નો દોષિત માનવામાં આવ્યો છે. બંનેને ઠપકો આપ્યો છે અને આવી ભૂલ ફરી ન બોલાવવા સૂચના આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK