IPL 2020: RCB vs MIના આ મિમ્સ તમે જોયા કે નહીં?

Published: 29th September, 2020 14:31 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મેચ ડ્રો થઈ તે પછીથી જ સોશ્યલ મીડિયામાં આ મેચ સંબંધિત મિમ્સ ફરવા લાગ્યા હતા

તસવીર સૌજન્યઃ ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની ગઈ કાલે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની મેચ સુપર ઓવર સુધી ખેચાઈ હતી અને છેલ્લા બોલ સુધી મેચ રસપ્રદ રહી હતી.

સુપર ઓવરમાં નવદીપ સૈનીએ શ્રેષ્ઠ બોલીંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ ફક્ત સાત જ રન કરી શક્યું હતું, જેથી આરસીબી સરળતાથી મેચ જીતી હતી. જોકે પહેલા મેચ ડ્રો થઈ તે પછીથી જ સોશ્યલ મીડિયામાં આ મેચ સંબંધિત મિમ્સ ફરવા લાગ્યા હતા.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલી બેટિંગ કરતા દેવદત્ત પડીક્કલે 40 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ મારીને 54 રન કર્યા હતા. ફિન્ચે 35 બોલમાં સાત ફોર અને એક સિક્સ મારીને 52 રન કર્યા હતા, બંને વચ્ચે નવ ઓવરમાં 81 રનની પાર્ટનરશીપ થઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી. જેમ્સ પેટિસને ચાર ઓવરમાં 51 રન આપ્યા હતા. રાહુલ ચહરે ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 42 રન આપ્યા હતા. કૃણાલ પંડ્યાએ ત્રણ ઓવરમાં 23 રન અને પોલાર્ડે એક ઓવરમાં 13 રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં રોહિત શર્મા એક સિક્સ મારીને 8 બોલમાં 8 રન ઉપર આઉટ થયો હતો. વિકેટકીપર ડી કોક 15 બોલમાં એક ફોર મારીને 14 રન, સુર્યકુમાર યાદવ ખાતુ ખોલાવ્યા વિના બીજો જ બોલમાં પેવેલિયન ભેગો થયો હતો. હાર્દિક પંડ્યા 13 બોલમાં એક સિક્સ મારીને 15 રન, ઈશાન કિશને બે ફોર અને નવ સિક્સ સાથે 58 બોલમાં 99 રન કર્યા હતા.

પોલાર્ડ 24 બોલમાં ત્રણ ફોર અને પાંચ સિક્સ મારીને 60 રને નોટઆઉટ રહ્યો હતો.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સની વાત કરીએ તો વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં ફક્ત 12 રન આપીને એક વિકેટ લીધી હતી. એડેમ ઝામ્પાએ ચાર ઓવરમાં 53 રન આપીને એક વિકેટ, યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 48 રન આપીને એક વિકેટ લીધી હતી.

 

નવદિપ સૈનીએ ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK