IPL 2020: સિનિયર બોલર પોતાની જવાબદારી પ્રત્યે આ વખતે એકદમ ક્લિયર છે

Published: 22nd October, 2020 17:50 IST | PTI | Dubai

ઉપરાંત રાહુલે ગ્લેન મૅક્સવેલનાં પણ વખાણ કર્યાં હતાં, જેણે દિલ્હી સામે ૨૪ બૉલમાં ૩૨ રન બનાવ્યા હતા.

લોકેશ રાહુલ
લોકેશ રાહુલ

એક સમયે ટુર્નામેન્ટમાં નબળું પ્રદર્શન કરી રહેલી પંજાબની ટીમ છેલ્લી ત્રણ મૅચ જીતવામાં સફળ રહી છે અને આ સફળતામાં ટીમના સિનિયર બોલર મોહમ્મદ શમીનું ઘણું મોટું યોગદાન છે. ટીમના કપ્તાન લોકેશ રાહુલે પણ શમીનાં વખાણ કર્યાં હતાં.
શમી વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે ‘આપણે સૌ જાણીએ છીએ કે શમી પોતાનું સારું એવું યોગદાન ટીમ માટે આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે આ પ્રમાણે તમને મદદરૂપ થઈ રહ્યો છે. આ વર્ષે સિનિયર બોલર તરીકેની પોતાની જવાબદારી પ્રત્યે તે વધારે ક્લિયર છે. સારી વાત છે કે ટીમ આગળ વધી રહી છે અને યુવા પ્લેયરોને એમાંથી ઘણું શીખવા મળશે. તમે ઘણી ગેમ જીતીને ટુર્નામેન્ટમાં આગળ વધી શકો છો, પણ ખરેખર કહું તો શમીના હાથમાંથી આ વખતે બૉલ પર્ફેક્ટલી પડતા હતા. આશા કરું છું કે તેને વધારે વિકેટ મળે અને ટીમને તેની બોલિંગનો લાભ મળે.’
ઉપરાંત રાહુલે ગ્લેન મૅક્સવેલનાં પણ વખાણ કર્યાં હતાં, જેણે દિલ્હી સામે ૨૪ બૉલમાં ૩૨ રન બનાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK