IPL 2020: KXIP પાંચ વિકેટે જીતી

Published: 20th October, 2020 22:55 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

સતત બીજી મેચમાં શિખર ધવનની સેન્ચ્યુરી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી, જેમાં પહેલી બેટિંગ કરતા DCએ પાંચ વિકેટે 164 રન કર્યા હતા. કિંગ્સ ઈલેવન પંજાબે આ ટાર્ગેટ 19 બોલમાં પાંચ વિકેટે પુરો કર્યો હતો.

dhwan century

સતત બીજી મેચમાં શિખર ધવને સેન્ચ્યુરી મારી હતી. તે આજે 61 બોલમાં 12 ફોર અને ત્રણ સિક્સ મારીને 106 રને નોટઆઉટ રહ્યો હતો. પહેલી ઈનિંગમાં પૃથ્વી શો 11 બોલમાં માત્ર સાત રન, કૅપ્ટન શ્રેયસ ઐય્યર 12 બોલમાં 14 રન, રિષભ પંત 14 રન, સ્ટોઈનીસ નવ રન અને હૅથમેયરે છ બોલમાં 10 રન કર્યા હતા.

KXIPમાં ગ્લેન મેક્સવેલે ચાર ઓવરમાં 31 રન, મોહમ્મદ શામી ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ, અર્ષદીપ સિંહ ત્રણ ઓવરમાં 30 રન, નિશેમ બે ઓવરમાં 17 રન આપીને એક વિકેટ, એમ અશ્વિન ચાર ઓવરમાં 33 રન આપીને એક વિકેટ અને રવી બિશ્નોઈએ ત્રણ ઓવરમાં 24 રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં કૅપ્ટન કેએલ રાહુલ 11 બોલમાં એક ફોર અને એક સિક્સ મારીને 15 રન, મયંક અગ્રવાલ નવ બોલમાં માત્ર પાંચ રન, ક્રિસ ગેઈલ 13 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ મારીને 29 રન, પૂરન 28 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ મારીને 53 રન, મેક્સવેલ 24 બોલમાં 32 રને આઉટ થયો હતો. અંતે દિપક હુડાએ 22 બોલમાં 15 રન અને નિશેમે આઠ બોલમાં 10 રન કરીને મેચ પુરી કરી હતી.

દિલ્હી કૅપિટલ્સના બોલર્સમાં કેજીસો રબાડાએ 27 રન આપીને બે વિકેટ, ડેનિયસ સેમ્સે ચાર ઓવરમાં 30 રન, અક્ષર પેટેલે ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ, તુષાર દેશપાંડેએ બે બોલમાં 41 રન, રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ અને માર્કસ સ્ટોઈનીસે એક ઓવરમાં 14 રન આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK