IPL 2020: KXIPના બોલર્સ આજની મેચના હિરો

Published: 24th October, 2020 23:38 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

માત્ર 127 રનનો ટાર્ગેટ SRH ન કરી શકી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે દુબઈમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા KXIPએ સાત વિકેટે માત્ર 126 રન કર્યા હતા. આ નાનો ટાર્ગેટ પણ SRH પુરો કરી શક્યા નહીં અને 114 રને ઓલઆઉટ થઈ હતી.

કેએલ રાહુલ 27 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 27 રન, મંદિપ 14 બોલમાં 17 રન, ક્રિસ ગેઈલ 20 બોલમાં 20 રન, ગ્લેન મેક્સવેલ 13 બોલમાં માત્ર 12 રન, દિપક હૂડા શૂન્ય, ક્રિસ જોર્ડન સાત રન, એમ અશ્વિન ચાર રને આઉટ થયો હતો. અંતે નિકોલસ પૂરણ 28 બોલમાં બે ફોર મારીને 32 રને નોટઆઉટ રહ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદના સંદિપ શર્માએ ચાર ઓવરમાં 29 રન આપીને બે વિકેટ, ખલીલ અહમદે ચાર ઓવરમાં 31 રન, જેસન હોલ્ડર ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ, રાશીદ ખાન ચાર ઓવરમાં 14 રન આપીને બે વિકેટ અને ટી નટરાજને ચાર ઓવરમાં 23 રન આપ્યા હતા.

srhtmb

SRHમાં કૅપ્ટન ડેવિડ વોર્નર 20 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ મારીને 35 રન, બેરિસ્ટો 20 બોલમાં 19 રન, અબ્દુલ સામદ સાત રન, મનિષ પાંડે 29 બોલમાં 15 રન, વિજય શંકર 27 બોલમાં ચાર ફોર મારીને 26 રન, હોલ્ડર પાંચ રન, રાશીદ ખાન અને અશ્વિન શૂન્ય, પ્રિયમ ગર્ગ પાંચ બોલમાં ત્રણ રન, ખલીલ અહમદ શૂન્ય રને આઉટ થયો હતો.

warnerbaristow

કિંગ્સ ઈલેવન પંજાબના બોલર્સમાં મોહમ્મદ શામીએ ચાર ઓવરમાં 34 રન આપીને એક વિકેટ, મુરુગન સ્વામીએ ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ, રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં ફક્ત 13 રન આપીને એક વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડને ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ, અર્ષદિપ સિંહે ત્રણ ઓવર પાંચ બોલમાં 23 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.    

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK