પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) પણ IPL 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની હાર માટે કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની નબળી બેટિંગને જવાબદાર ગણાવ્યું છે. શુક્રવારે અબુ ધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે એલિમીનેટર ખાતે 6 વિકેટનાં પરાજય સાથે બેંગલોરની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
ગાવસ્કરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘કોહલીએ પોતાના માટે જે ઉચ્ચ સ્ટાન્ડર્સ નક્કી કર્યા છે તે જોતાં કદાચ તે પણ કહેશે કે તે પોતાના આ ઉંચ સ્તરના હિસાબે રમી શક્યો નહોતો અને આ એક કારણ છે જેના લીધે આરસીબીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. જ્યારે વિરાટ કોહલી એબી ડીવિલિયર્સની સાથે મોટી ઇનિંગ્સ રમે છે ત્યારે ટીમનો સ્કોર મોટો થાય છે. કોહલીએ 15 મેચોમાં 121.35ના સ્ટ્રાઇક રેટથી 450થી વધુ રન બનાવ્યા હતા અને તેની ટીમને મોટાભાગે મિડલ ઓવર્સમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો.
ગાવસ્કરે ઉમેર્યું કે, આરસીબીની બોલિંગમાં ધારનો અભાવ હતો જેથી તેઓ વિરોધી ટીમોને પડકાર આપી શકે અને જીત મેળવી શકે. બોલિંગ હંમેશા તેમની નબળી બાજુ રહી છે. આ ટીમમાં એરોન ફિંચ પણ છે, જે એક સારો ટી20 ખેલાડી છે, યુવાન દેવદત્ત પૌડિકલ સારી શરૂઆત કરી હતી અને ત્યારબાદ ટીમમાં વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ છે.