ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની અબુ ધાબીમાં રમાયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા કેકેઆરએ પાંચ વિકેટે 163 રન કર્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. છેલ્લે સુધી મેદાનમાં ટકી રહેલા વોર્નરે બેક ટુ બેક ત્રણ ફોર મારીને મેચને ડ્રો કરી હતી.
સુપર ઓવરમાં વોર્નર પહેલા જ બોલે આઉટ થયો હતો. સામદે બે રન કર્યા બાદ ત્રીજા બોલમાં તે પણ ફર્ગ્યુસનની બોલીંગમાં બોલ્ડ થયો હતો. આમ ત્રણ રનનો ટાર્ગેટ પુરો કરવા માટે કેકેઆરની ટીમથી ઓઈન મોર્ગન અને દિનેશ કાર્તિક સરળતાથી મેચ પતાવી હતી.
પહેલી ઈનિંગમાં શુભમ ગીલ 37 બોલમાં પાંચ ફોર સાથે 36 રન, ત્રિપાઠી 16 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 23 રન, નીતિશ રાણા 20 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 29 રન, રસેલ માત્ર નવ રન અને કૅપ્ટન મોર્ગને 23 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 34 રન કર્યા હતા, જ્યારે દિનેશ કાર્તિક 14 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 29 રને નોટઆઉટ રહ્યો હતો.
SRHમાં સંદિપ શર્માએ ચાર ઓવરમાં 27 રન, બસિલ થંપીએ ચાર ઓવરમાં 46 રન આપીને એક વિકેટ, ટી નટરાજને ચાર ઓવરમાં 40 રન આપીને બે વિકેટ, વિજય શંકરે ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ અને રાશીદ ખાને ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ લીધી હતી.
WATCH - Lockie's yorker to castle Pandey.
— IndianPremierLeague (@IPL) October 18, 2020
Bowling them fast and with accuracy, Lockie Ferguson bowled the perfect yorker to send Manish Pandey packing. Super fast bowling from Ferguson.https://t.co/mnSKvFlgUn #Dream11IPL
બીજી ઈનિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી, જોકે તે પછી એક પછી એક વિકેટો પડવાની શરૂ થઈ હતી. વિકેટકીપર બેરિસ્ટો 28 બોલમાં સાત ફોર સાથે 36 રન, કેન વિલિયમસન 19 બોલમાં ચાર ફોર અને એક સિક્સ મારીને 29 રન, પ્રિયાગ ગર્ગે સાત બોલમાં ચાર રન, મનિષ પાંડે છ રન, વિજય શંકર સાત રન, અબ્દુલ સામદ 15 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 23 રને આઉટ થયો હતો. કૅપ્ટન ડેવિડ વોર્નરે છેલ્લે મેદાનમાં ટકી રહેતા 33 બોલમાં પાંચ ફોર સાથે 47 રને નોટઆઉટ રહ્યો હતો. રાશીદ ખાને બે બોલમાં એક રન કર્યો હતો.
કેકેઆરમાં પેટ ક્યુમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ, વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ, લોકી ફર્ગ્યુસન ચાર ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ, શિવમ માવીએ ત્રણ ઓવરમાં 34 રન આપીને એક વિકેટ લીધી હતી. કુલદિપ યાદવે ત્રણ ઓવરમાં 18 રન અને આંદ્રે રસેલે બે ઓવરમાં 29 રન આપ્યા હતા.