ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે દુબઈમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે મેચ રમાઈ હતી. ટોસ હારીને પહેલી બેટિંગ કરતા કેકેઆરએ સાત વિકેટે 191 રન કર્યા હતા. જેની સામે રાજસ્થાન રૉયલ્સે શરૂઆતથી જ ખરાબ બેટિંગ કરતા અંતે નવ વિકેટે 131 રન કર્યા હતા.
પહેલી ઈનિંગમાં શુભમ ગુલી 24 બોલમાં છ ફોર મારીને 36 રન, નીતિશ રાણા અને સુનિલ નારાયણ અને દિનેશ કાર્તિક શૂન્ય, રાહુલ ત્રિપાઠી 34 બોલમાં ચાર ફોર અને બે સિક્સ મારીને 39 રન, આંદ્રે રસેલ 11 બોલમાં એક ફોર મારીને ત્રણ સિક્સ મારીને 25 રન, ક્યુમિન્સ 11 બોલમાં 15 રને આઉટ થયા હતા. અંતે મોર્ગન 35 બોલમાં પાંચ ફોર અને છ સિક્સ મારીને 68 રને નોટઆઉટ રહ્યો હતો.
WATCH - DK takes flight - catch unbelievable
— IndianPremierLeague (@IPL) November 1, 2020
Take a bow @DineshKarthik. Went full stretch to his left and grabbed a stunner. Terrific catch from DK. You can watch this over and over again.https://t.co/5ijCHFAzDm #Dream11IPL
RRમાં જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 19 રન આપીને એક વિકેટ, એરોન બે ઓવરમાં 22 રન, શ્રેયસ ગોપાલે ત્રણ ઓવરમાં 44 રન આપીને એક વિકેટ, બેન સ્ટોક્સ ત્રણ ઓવરમાં 40 રન, રાહુલ તેવતિયાએ ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ અને કાર્તિક ત્યાગીએ ચાર ઓવરમાં 36 રન આપીને બે વિકેટ લીધી હતી.
રાજસ્થાન રૉયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી પાંચ ઓવરમાં 37 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. રોબિન ઉથ્થપા બે બોલમાં છ રન, બેન સ્ટોક્સ 11 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 18 રન, કૅપ્ટન સ્ટીવ સ્મિથ ચાર રન, સંજુ સેમસન એક રન, રિયાન પરાગ શૂન્ય રને આઉટ થયો હતો. રાહુલ તિવેતિયા 27 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 31 રન, જોફ્રા આર્ચર નવ બોલમાં છ રન, કાર્તિક ત્યાગી બે રન, શ્રેયસ ગોપાલે 23 બોલમાં 23 રન અને વરૂણ એરોને આઠ બોલમાં શૂન્ય રન કર્યા હતા.
KKRએ સુનિલ નારાયણે ચાર ઓરમાં 37 રન, શિવમ માવીએ ચાર ઓવરમાં એક મેડેન ઓવર સહિત 15 રન આપીને બે વિકેટ, કમલેશ નાગરકોટીએ ચાર ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી.