IPL 2020: KKRનો 59 રને વિજય

Published: 24th October, 2020 19:07 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 20 રન આપીને પાંચ વિકેટ લીધી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કૅપિટલ્સ (DC)એ અબુ ધાબીમાં મેચ રમાઈ હતી, જેમાં ટોચ હાર્યા બાદ કેકેઆરે પહેલી બેટિંગ કરતા છ વિકેટે 194 રન કર્યા હતા, જેની સામે દિલ્હી કૅપિટલ્સ નવ વિકેટે માત્ર 135 રન કરી શકી હતી.

પહેલી ઈનિંગમાં શુભમ ગીલ માત્ર નવ રન, નીતિશ રાણાએ 53 બોલમાં 13 ફોર અને એક સિક્સ મારીને 81 રન, ત્રિપાઠી 12 બોલમાં 13 રન, વિકેટકીપર દિનેશ કાર્તિક છ બોલમાં ત્રણ રન, સુનિલ નારાયણ 32 બોલમાં છ ફોર અને ચાર સિક્સ મારીને 64 રન, કૅપ્ટન મોર્ગને નવ બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 17 રને આઉટ થયો હતો.

DCમાં ચાર ઓવરમાં 40 રન, નોર્તજેએ ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ, રબાડાએ ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ, અક્ષર પટેલે એક ઓવરમાં સાત રન, સ્ટોઈનીસે ચાર ઓવરમાં 41 રન આપીને બે વિકેટ અને રવિચંદ્રન અશ્વિને ત્રણ ઓવરમાં 45 રન આપ્યા હતા.

dc partner

બીજી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન પહેલી ત્રણ ઓવરમાં જ પેવેલિયન ભેગા થયા હતા. રહાણે પહેલા જ બોલમાં આઉટ થયો, જ્યારે આ ટુર્નામેન્ટમાં બે સેન્ચ્યુરી મારનાર શિખર ધવને માત્ર છન રન કર્યા હતા. કૅપ્ટન શ્રેયસ ઐય્યર 38 બોલમાં પાંચ ફોર મારીને 47 રન, હૅથમેયર પાંચ બોલમાં 10 રન, સ્ટોઈનીસ છ રન, અક્ષર પટેલે નવ રન, રબાડા નવ રને આઉટ થયો હતો, તુષાર દેશપાંડે એક રન કર્યા હતા, અંતે અશ્વિન 13 બોલમાં 14 રને નોટઆઉટ રહ્યો હતો.    

KKRમાં વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 20 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. પેટ ક્યુમિન્સે ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સુનિલ નારાયણ ચાર ઓવરમાં 37 રન, કૃષ્ણએ બે ઓવરમાં 19 રન, કમલેશ નાગરકોટીએ બે ઓવરમાં 11 રન, લોકી ફર્ગ્યુસને ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ લીધી હતી.      

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK