IPL 2020: કિંગ ખાનની ટીમ જીતી

Updated: 30th September, 2020 23:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રાજસ્થાન રૉયલ્સની 42 રનમાં જ પાંચ વિકેટ પડી ગઈ હતી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

આજે આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)નો મુકાબલો રાજસ્થાન રૉયલ્સ (RR) સામે થયો હતો. આ સીઝનની શરૂઆતમાં કૅપ્ટન સ્ટીવન સ્મિથની માથાની ઇન્જરી તેમ જ સ્ટાર ઑલરાઉન્ડર બૅન સ્ટોક્સ આવવાની અનિશ્ચિતાને લીધે કોઈ રાજસ્થાનને ગણતરીમાં જ નહોતું લેતું. એમાં ક્વૉરન્ટીન-પિરિયડને લીધે જોશ બટલરની પહેલી મૅચમાંથી થયેલી બાદબાકીને લીધે તો ચાહકો રાજસ્થાનના બૂરા હાલ થવાની વાતો કરવા લાગ્યા હતા, પણ ચેન્નઈ અને પંજાબ સામેના બે અફલાતૂન વિજયને લીધે આજે લોકો અન્ડર ડૉગ ટીમને સુપરટીમ તરીકે જોવા લાગ્યા છે.પહેલી બેટિંગ કરતા કેકેઆરએ છ વિકેટ ગુમાવીને 174 રન કર્યા હતા. રાજસ્થાન રૉયલ્સની શરૂઆત જ ખરાબ રહી હતી અને અંતે 137 રન કર્યા હતા.

શુભમ ગીલે પાંચ ફોર અને એક સિક્સ મારીને 47 રન, સુનિલ નારાયણે 14 બોલમાં 15 રન, નિતીશ રાણાએ 22 રન, રસેલે, 14 બોલમાં ત્રણ સિક્સ મારીને 24 રન, કૅપ્ટન દિનેશ કાર્તિકે ફક્ત એક રન, ક્યુમિન્સ 12 રન અને અંતે મોર્ગન 34 રને અને નાગરકોટી આઠ રને નોટઆઉટ રહ્યા હતા.

રાજસ્થાન રૉયલ્સના બોલર્સની વાત કરીએ તો જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ, રાજપૂતે ચાર ઓવરમાં 39 રન આપીને એક વિકેટ, ઉનદકટે બે ઓવરમાં 14 રન આપીને એક વિકેટ, ટોમ ક્યુરીને ચાર ઓવરમાં 37 રન આપીને એક વિકેટ અને રાહુલ તિવેતિયાએ એક ઓવરમાં છ રન આપીને એક વિકેટ લીધી હતી. સૌથી વધુ રન શ્રેયસ ગોપાલે આપ્યા હતા, તેણે ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા અને એકેય વિકેટ લીધી નહોતી.

રાજસ્થાન રૉયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. જોસ બટલર 21 રન, સ્ટીવ સ્મિથ ત્રણ રન, સંજુ સેમસન આઠ રન, રોબીન ઉથ્થપા બે રન, રિયાગ પરાગ એક રન ઉપર આઉટ થયો હતો. રાહુલ તિવેતિયા 10 બોલમાં 14 રન, શ્રેયસ ગોપાલ પાંચ રન, જોફ્રા આર્ચર ચાર બોલમાં છ રન, ઉનદકટ નવ રન, અંકિત રાજપૂતે સાત રન કર્યા હતા. સૌથી વધુ ટોમ ક્યુરને 36 બોલમાં બે ફોર અને ત્રણ સિક્સ સાથે 54 રન કર્યા હતા.  

કેકેઆરમાં શિવમ માવીએ ચાર ઓવરમાં 20 રન આપીને બે વિકેટ લીધી હતી. વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. સુનિલ નારાયણે ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ, પેટ ક્યુમિન્સે ત્રણ ઓવરમાં 13 રન આપીને એક વિકેટ, કમલેશ નાગરકોટીએ બે ઓવરમાં 13 રન આપીને બે વિકેટ અને કુલદિપ યાદવે ત્રણ ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી.

First Published: 30th September, 2020 23:18 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK