IPL 2020: KKRનો 2 રને વિજય

Published: 10th October, 2020 19:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રાહુલ અને અગ્રવાલ વચ્ચે 115 રનની ઓપનિંગ પાર્ટનરશીપ નકામી ગઈ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને કિંગ્સ ઈલેવન પંજાબ(KXIP)ની મેચ અબુ ધાબીમાં રમાઈ હતી. પહેલી બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે છ વિકેટે 164 રન કર્યા હતા, કિંગ્સ ઈલેવન પંજાબે પાંચ વિકેટે 162 રન કર્યા હતા, ઓપનિંગ પાર્ટનરશીપ જ 115 રનની હતી જે નકામી ગઈ હતી.

dk

પહેલી ઈનિંગમાં ત્રિપાઠી ચાર રન, શુભમ ગીલ 47 બોલમાં પાંચ ફોર સાથે 57 રન, નીતિશ રાણા બે રન, મોર્ગન 23 બોલમાં 24 રન, કૅપ્ટન દિનેશ કાર્તિક 29 બોલમાં આઠ ફોર અને બે સિક્સ સાથે 58 રન, રસેલ પાંચ અને ક્યુમિન્સે પણ પાંચ રન કર્યા હતા.

મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ, અર્ષદિપ સિંહે ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લેવા ઉપરાંત એક મેડેન ઓવર પણ નાખી હતી. ક્રિસ જોર્ડને ચાર ઓવરમાં 37 રન, મુજબી ચાર ઓવરમાં 44 રન અને રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં કિંગ્સ ઈલેવન પંજાબની ઓપનિંગ પાર્ટનરશીપે લગભગ મેચ તેમના પક્ષમાં જ ખેચી હતી.મયંક અગ્રવાલે 39 બોલમાં છ ફોર અને એક સિક્સ સાથે 56 રન, પૂરન 10 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 16 રન, સિમ્રન સિંહ ચાર રન, રાહુલ 58 બોલમાં છ ફોર સાથે 74 રન, મંદિપ પહેલા જ બોલમાં આઉટ થયો હતો. મેક્સવેલે પાંચ બોલમાં 10 રન કર્યા હતા.

kl mayank

કેકેઆરના બોલર્સમાં પેટ ક્યુમિન્સે ચાર ઓવરમાં 29 રન આપ્યા હતા, જ્યારે વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 27 રન, કૃષ્ણાએ ચાર ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સુનિલ નારાયણે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK