IPL 2020: KKRનો 7 વિકેટે વિજય

Published: 26th September, 2020 23:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શુભમ ગીલ અને ઈઓન મોર્ગનની 92 રનની પાર્ટનરશીપ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

IPL 2020માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદની કલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટક્કર જામી હતી. બન્ને ટીમે આ સીઝનની શરૂઆત હાર સાથે કરી છે. હૈદરાબાદનો બૅન્ગલોર સામે ૧૦ રનથી અને કલકત્તાનો ચૅમ્પિયન મુંબઈ સામે ૪૯ રનથી પરાજય થયો હતો. હવે બન્ને તેમની આ બીજી મૅચમાં પહેલા પરાજયમાંથી બોધપોઠ લઈને આજે નવી સ્ટ્રૅટેજી સાથે કમબૅક કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરી હતી. પહેલી ઈનિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 પહેલી ઈનિંગમાં 142 રન કર્યા હતા. જેની સામે શુભમ ગીલ અને ઈઓન મોર્ગનની 92 રનની પાર્ટનરશીપના ટેકે કલકત્તા નાઈટ રાઈડર્સે 145 રન કર્યા હતા.

કલકત્તા નાઈટ રાઈડર્સના સુનિલ નારાયણ બીજા જ બોલમાં ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હતો. નિતીશ રાણા 13 બોલમાં છ ફોર મારીને 26 રન, કૅપ્ટન દિનેશ કાર્તિક પણ શૂન્ય ઉપર આઉટ થયો હતો. શુભમ ગીલ 62 બોલમાં 70 રન અને ઈઓન મોર્ગને 29 બોલમાં 42 રન કર્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદના રશિદ ખાને ચાર ઓવરમાં ફક્ત 25 રન આપીને એક વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ નાબીએ ચાર ઓવરમાં 23 રન આપ્યા હતા, પરંતુ એકેય વિકેટ લીધી નહોતી. અભિષેક શર્માએ એક ઓવરમાં 11 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે ત્રણ ઓવરમાં 29 રન આપ્યા હતા. ખલીલ અહમદે 28 રન આપીને એક વિકેટ લીધી હતી. ટી નટરાજને ત્રણ ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનની વાત કરીએ તો કૅપ્ટન ડેવિડ વોર્નર 30 બોલમાં 36 રન, બેરિસ્ટો પાંચ રન, મનિષ પાંડે 38 બોલમાં 51 રન, સાહા 31 બોલમાં 30 રન ઉપર આઉટ થયો હતો. જ્યારે આઠ બોલમાં 11 રન અને અભિષેક શર્મા બે રન ઉપર નોટઆઉટ હતો.

manish pandey

કલકત્તા નાઈટ રાઈડર્સમાં સુનિલ નારાયણે ચાર ઓવરમાં 31 રન, ક્યુમિન્સે ચાર ઓવરમાં 19 રન આપીને એક વિકેટ, શિવમ માવીએ બે ઓવરમાં 15 રન, કુલદિપ યાદવે બે ઓવરમાં 15 રન, ચક્રવર્તીએ ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ અને રસેલે બે ઓવરમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK