IPL2020: Video: મેન ઑફ ધ મૅચ રાહુલને જ્યારે કૅપ્ટન DKએ મળાવ્યો SRKને

Published: 8th October, 2020 18:14 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કૅપ્ટન દિનેશ કાર્તિક મૅન ઑફ ધ મેચ રાહુલને ટીમના કૉ-ઓનર શાહરુખ ખાનને મળાવવા લઈ ગયો.

IPL2020: Video: મેન ઑફ ધ મૅચ રાહુલને જ્યારે કૅપ્ટન DKએ મળાવ્યો SRKને
IPL2020: Video: મેન ઑફ ધ મૅચ રાહુલને જ્યારે કૅપ્ટન DKએ મળાવ્યો SRKને

IPLની 13મી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi)ની શાનદાર ઇનિંગ અને પછી જબરજસ્ત બૉલિંગને કારણે ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ને 10 રનથી હરાવી દીધું. રાહુલે આ મૅચમાં શુભમન ગિલ (Shubhman Gill) સાથે બૅટિંગ શરૂ કરી અને 51 બૉલમાં 81 રન્સ કર્યા. આ બૅટિંગને કારણે જ કેકેઆર (KKR) 20 ઓવરમાં 167 રન્સના ટારગેટ સુધી પહોંચી શકી. જવાબમાં સીએસકે (CSK)ની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 157 રન્સ જ બનાવી શકી. આ મેચ પછી કૅપ્ટન દિનેશ કાર્તિક (Dinesh Karthik) મૅન ઑફ ધ મેચ (Man Of the Match) રાહુલ (Rahul)ને ટીમના કૉ-ઓનર શાહરુખ ખાન (Shah Rukh Khan)ને મળાવવા લઈ ગયો.

 
 
 
View this post on Instagram

Jiss film mein Rahul ho, woh superhit hi hoti hai! 😎💜 #KKRHaiTaiyaar #KorboLorboJeetbo #Dream11IPL

A post shared by Kolkata Knight Riders (@kkriders) onOct 7, 2020 at 12:44pm PDT

શાહરુખ પોતાની દીકરી સુહાના સાથે આ મેચ જોવા અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં હાજર હતો. કૅપ્ટન ડીકેએ રસપ્રદ અંદાજમાં રાહુલનો ઇન્ટ્રોડક્શન આપ્યો છે. શાહરુખ સ્ટેન્ડમાં બેઠો હતો અને ડીકે પોતાની સાથે રાહુલને લઈને મેદાનની સાઇડમાં પહોંચીને જોરથી બૂમ પાડી, "શાહરુખ ભાઇ, આ હંમેશાં કહેતો રહે છે, શું દેખાય છે, શું દેખાય છે..." શાહરુખે પણ સ્ટેન્ડમાંથી જ રાહુલ અને ડીકેને જવાબ આપ્યો. કેકેઆરની ટીમ પાંચ મેચમાંથી ત્રણ જીત સાથે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

 
 
 
View this post on Instagram

The moment when @tripathirahul52 met the 👑 🤩 @iamsrk #KKRHaiTaiyaar #KorboLorboJeetbo #Dream11IPL

A post shared by Kolkata Knight Riders (@kkriders) onOct 7, 2020 at 1:40pm PDT

શાહરુખ કેકેઆરની મેચ દરમિયાન સ્ટેડિયમમાં દેખાય છે. તે હાલ ટીમને ચિયર કરવા માટે યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં જ છે. આ મેચ પહેલા કેકેઆર માટે બૅટિંગની શરૂઆત કરી. રાહુલે મેનેજમેન્ટને નિરાશ ન કરતા જબરજસ્ત બૅટિંગ કરી. શાહરુખ ખાનની મોટાાહની ફિલ્મોમાં તેના પાત્રનું નામ રાહુલ જ રહ્યું છે, એવામાં આ મેચ પછી કેકેઆરના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઑન-સ્ક્રીન 'રાહુલ' (શાહરુખ) અને ઑફ સ્ક્રીન (Rahul Tripathi)ની તસવીર પણ શૅર કરવામાં આવી, જેનું કૅપ્શન હતું, "જે ફિલ્મમાં રાહુલ હોય, તે સુપરહિટ જ હોય છે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK