IPL 2020: CSK વિરુદ્ધ KKRને મેચ પહેલા જ ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટ બહાર

Published: 7th October, 2020 14:52 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

29 વર્ષનો અલી ખાન જોકે કઈ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે, આને લઈને કોઇ માહિતી મળી નથી.

અલી ખાન
અલી ખાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝન દરમિયાન ખેલાડીઓના ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals)ના અમિત મિશ્રા (Amit Mishra) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) પછી કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ના ફાસ્ટ બૉલર (Fast Bowler) અલી ખાન (Ali khan) પણ આઇપીએલ (IPL) 2020માંથી બહાર થઈ ગયા છે. આઇપીએલમાં સામેલ થયેલો અલી ખાન પહેલો અમેરિકન ક્રિકેટર હતો, પણ એક પણ મૅચ રમ્યા વગર તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. 29 વર્ષનો અલી ખાન (Ali Khan) જોકે કઈ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે, આને લઈને કોઇ માહિતી મળી નથી.

અલી ખાનને હૈરી ગર્નેના રિપ્સમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આઇપીએલના સ્ટેટમેન્ટ પ્રમાણે, 'દુર્ભાગ્યે ઇજાગ્રસ્ત થવાને કારણે અલી ખાન આઇપીએલ 2020માંથી બહાર થઈ ગયા છે.' પાકિસ્તાનમાં જન્મેલો અલી ખાન કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)2020માં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ તરફથી રમ્યો હતો. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે ખિતાબ પોતાના નામે કર્યો હતો જેમાં અલી ખાનનો મહત્વનો રોલ હતો. કેકેઆર તરફથી તેને એક પણ મેચ રમવાની તક મળી નથી. પેસ અટેકની વાત કરીએ તો કેકેઆરએ વિદેશી ખેલાડીઓમાં પેટ કમિન્સને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યું.

કેકેઆર માટે હાલની સીઝન અત્યાર સુધી સામાન્ય રહી છે. ટીમે અત્યાર સુધી બે મેચમાં જીત અને બે મેચમાં હારનો સામનો કર્યો છે. છેલ્લી મેચમાં દિનેશ કાર્તિકની કૅપ્ટનશિપ હેઠળ ટીમને દિલ્હી કૅપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કેકેઆર પોતાની પાંચમી મેચ આજે ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)વિરુદ્ધ રમવાની છે. કેકેઆર હાલ ચાર પૉઇન્ટ્સ અને સારા નેટ રનરેટના આધારે ચોથા નંબરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK