IPL 2020: પીટરસનને લાગે છે કે આ વખતે દિલ્હી બાજી મારશે

Published: Sep 16, 2020, 17:00 IST | IANS | Dubai

અત્યારની બધી ટીમમાં એકમાત્ર દિલ્હી જ એવી ટીમ છે જે ક્યારેય આઇપીએલ ફાઇનલ નથી રમી.

કેવિન પીટરસન
કેવિન પીટરસન

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસન આઇપીએલમાં કૉમેન્ટેટર તરીકે ફરજ બજાવવા દુબઈ પહોંચી ગયો છે. પીટરસન આઇપીએલમાં દિલ્હી ડેરેવિલ્સ (હવે દિલ્હી કૅપિટલ્સ), ડેક્કન ચાર્જર્દ, રાઇજઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમી ચૂક્યો છે.
ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સિરીઝમાં કૉમેન્ટરી આપ્યા બાદ દુબઈ પહોંચીને પીટરસને સોશ્યલ મીડિયામાં તેનો એક ફોટો શૅર કરીને લખ્યું છે ‘યુકેના એક બબલમાંથી યુએઈના બીજા બબલમાં. ખુશ છું કે ક્રિકેટની વાપસી થઈ રહી છે. આઇપીલ સાથે જોડાવા માટે હું હંમેશાં ખૂબ ઉત્સાહી હોઉં છું. કોણ જીતી રહ્યું છે? ઉમ્મીદ કરું છું કે આ વખતે દિલ્હી જીતે.’
અત્યારની બધી ટીમમાં એકમાત્ર દિલ્હી જ એવી ટીમ છે જે ક્યારેય આઇપીએલ ફાઇનલ નથી રમી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK