IPL 2020: આ ક્રિકેટર્સ ધોનીથી નારાજ કેમ છે?

Published: 3rd October, 2020 15:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઈરફાન પઠાણની એક ટ્વીટે ધોનીનું નામ લીધા વિના જ તેના પર પ્રહાર કર્યો છે

મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની

યુએઈ (UAE)માં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનમાં શુક્રવારે દુબઈમાં ત્રણ વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ટક્કર બે વખતની વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સાથે થઈ હતી. આ મેચ ખુબ ગંભીર સાબિત થઈ હતી. ચેન્નઇ સુપરકિંગ્ઝ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલધડક ખેલ ખેલાયો હતો. મૅચમાં એવી ઘટનાઓ ખેલાઇ હતી જેના ભારતીય ક્રિકેટ રસિયા જોવાના આદિ નથી. ભારતીય ટીમના કૅપ્ટન કુલ અને ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) જીતની નજીક પહોંચ્યા બાદ પણ તેમની ટીમ મેચ હારી ગઈ હતી અન ધોની ખુબ નિરાશ થયો હતો. જે જોઈને ફૅન્સ પણ દુ:ખી થયા હતા. પણ ફૅન્સ ધોનીને પડખે ઉભા રહ્યાં છે. જેનો પુરાવો સોશ્યલ મીડિયામાં જોવા મળ્યો હતો, પરંતુ ઈરફાન પઠાણે ધોનીનું નામ લીધા વિના તેના ઉપર પ્રહાર કર્યા છે.

ઈરફાન પઠાણની એક ટ્વીટે ધોનીનું નામ લીધા વિના જ તેના પર પ્રહાર કર્યો છે. પઠાણે ટ્વિટ કર્યું કે, ‘ અમૂક ખેલાડીઓ માટે ઉંમર ફક્ત એક આંકડો છે જ્યારે અમૂક ખેલાડીઓ માટે તે ડ્રોપ થવાનું કારણ બને છે.’

થોડા દિવસ પહેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ધોનીના બેટિંગ ઓર્ડર સામે નારાજગી વ્યક્ત કરી હતી. રાજસ્થાન રૉયલ્સની મેચ સામે ધોની સાતમાં ક્રમે બેટિંગ કરવા આવતા ગંભીરે કહ્યું કે, ધોનીએ મોર્ચે સંભાળ્યો નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK