IPL 2020: હું શારીરિક અને માનસિક રીતે એકદમ ફિટ છું: હાર્દિક

Published: Sep 17, 2020, 10:50 IST | IANS | Dubai

પીઠની સર્જરી બાદ ઘણા સમય બાદ કમબૅક કરી રહેલા મુંબઈ ઇન્ડિયન્સના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હોવાનું જણાવ્યું હતું.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા

પીઠની સર્જરી બાદ ઘણા સમય બાદ કમબૅક કરી રહેલા મુંબઈ ઇન્ડિયન્સના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હોવાનું જણાવ્યું હતું. હાર્દિકે ટીમના ટ્વિટર હૅન્ડલ પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું કે ‘પ્રૅક્ટિસમાં જે રીતે હું બૉલને ફટકારી રહ્યો છું એ જોતાં હું માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ લયમાં છું. મને મેદાનમાં જઈને મારી નૅચરલ ગેમ રમતાં કોઈ સમસ્યા નહીં આવે.
હાલમાં એક પુત્રના પિતા બનનાર હાર્દિકે વધુમાં કહ્યું હતું કે ‘મને આઇપીએલ રમવાની ખૂબ જ મજા આવે છે. હું શાનદાર કમબૅક કરવા માગું છું. ઇન્જરી ખેલાડીના જીવનનો એક હિસ્સો છે. કોઈ ખેલાડી ઇચ્છતો નથી હોતો કે તે ઇન્જર્ડ થાય. ઇન્જરી તો થતી રહેશે, પણ એનાથી મને વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK