IPL 2020: હાર્દિક હિટ-વિકેટ

Published: 24th September, 2020 15:23 IST | Dubai

ઉપરાંત રસેલે સતત બીજી સીઝનમાં બૅટ્સમૅનને હિટ-વિકેટ કર્યો હતો. તેણે ગયા વર્ષે રાજસ્થાનના રિયાન પરાગને આવી રીતે આઉટ કર્યો હતો.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા

ગઈ કાલે ૧૩ બૉલમાં ૧૮ રન બનાવીને ૧૯મી રસેલની ઓવરના ત્રીજા બૉલે હિટ-વિકેટ થઈ ગયો હતો. હિટ-વિકેટ થનાર હાર્દિક આ સીઝનનો પહેલો, મુંબઈનો બીજો અને આઇપીએલનો ૧૧મો ખેલાડી બની ગયો હતો. મુંબઈ તરફથી હિટ-વિકેટ થનાર પ્રથમ ખેલાડી હતો મુસવીર ખોટ, જે પ્રથમ સીઝનમાં પંજાબ સામે શાન્તાકુમારન શ્રીસંતના બૉલમાં હિટ-વિકેટ થયો હતો. ઉપરાંત રસેલે સતત બીજી સીઝનમાં બૅટ્સમૅનને હિટ-વિકેટ કર્યો હતો. તેણે ગયા વર્ષે રાજસ્થાનના રિયાન પરાગને આવી રીતે આઉટ કર્યો હતો. 

આઇપીએલની હિટ-વિકેટ ઇલેવન

૧) મુસવીર ખોટે (મુંબઈ), ૨૦૦૮માં પંજાબ સામે, શ્રીસંતના બૉલમાં
૨) મિસ્બાહ ઉલ હલ (બૅન્ગલોર), ૨૦૦૮માં પંજાબ સામે, શ્રીસંતના બૉલમાં
૩) સ્વપ્નિલ આસનોડકર (રાજસ્થાન), ૨૦૦૯માં ચેન્નઈ સામે, ઍલ્બી મોર્કલના બૉલમાં
૪) રવીન્દ્ર જાડેજા (ચેન્નઈ), ૨૦૧૨માં ડેક્કન સામે, ડેલ સ્ટેઇનના બૉલમાં
૫) સૌરભ તિવારી (બૅન્ગલોર), ૨૦૧૨માં મુંબઈ સામે, હરભજન સિંહના બૉલમાં
૬) યુવરાજ સિંહ (હૈદરાબાદ), ૨૦૧૬માં મુંબઈ સામે, મિચલ મૅકલેન્ધનના બૉલમાં
૭) દીપક હૂડા (હૈદરાબાદ), ૨૦૧૬માં દિલ્હી સામે, નૅથન કોલ્ટર-નાઇલના બૉલમાં
૮) ડેવિડ વૉર્નર (હૈદરાબાદ), ૨૦૧૬માં પંજાબ સામે, અક્ષર પટેલના બૉલમાં
૯) શેલ્ડન જૅક્શન (કલકત્તા), ૨૦૧૭માં પુણે સામે, વૉશિન્ગટન સુંદરના બૉલમાં
૧૦) રિયાન પરાગ (રાજસ્થાન), ૨૦૧૯માં કલકત્તા સામે, ઍન્દ્રે રસેલના બૉલમાં
૧૧) હાર્દિક પંડ્યા (મુંબઈ ઇન્ડિયન્સ), ૨૦૨૦માં કલકત્તા સામે, ઍન્દ્રે રસેલના બૉલમાં

હિટ-વિકેટ કર્યો હતો. તેણે ગયા વર્ષે રાજસ્થાનના રિયાન પરાગને આવી રીતે આઉટ કર્યો હતો. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK