IPL 2020: આઇપીએલ બાદ દરેક ફૉર્મેટમાંથી રિટાયર થશે હરભજન?

Updated: Sep 17, 2020, 12:34 IST | Debasish Datta | Mumbai

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના અંત બાદ હરભજન સિંહ ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો હોવાની ચર્ચા ચાલી રહી છે.

હરભજન
હરભજન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના અંત બાદ હરભજન સિંહ ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો હોવાની ચર્ચા ચાલી રહી છે. આઇપીએલ દરમ્યાન ઑફ-સ્પિનર હરભજન તેના રિટાયરમેન્ટ પ્લાન વિશેની જાહેરાત કરશે. ૩૯ વર્ષનો હરભજન ઇન્ડિયા માટે છેલ્લે ૨૦૧૬માં એશિયા કપ ટી૨૦માં યુનાઇટેડ આરબ એમિરેટ્સ સામે મૅચ રમ્યો હતો. તેણે ચાર વર્ષના ગૅપ બાદ ૨૦૧૫માં ઝિમ્બાબ્વે સામેની વન-ડે મૅચ દ્વારા ઇન્ડિયન ટીમમાં કમબૅક કર્યું હતું. તે ૨૦૧૫માં ત્રણ વર્ષના સમયગાળા બાદ ટી૨૦માં પાછો આવ્યો હતો. હરભજનની ટેસ્ટ-કરીઅર ૧૯૯૮ના માર્ચથી ૨૦૧૫ના ઑગસ્ટ દરમ્યાન કાર્યરત હતી. ૧૦૩ ટેસ્ટમાં હરભજને ૪૧૭ વિકેટ લીધી હતી, જેમાં ૨૫ વાર પાંચ-પાંચ વિકેટ લીધી હતી. આ પ્રોસેસમાં તેણે ૧૪૫ ઇનિંગમાં ૨૨૨૪ રન કર્યા હતા. તેણે ૨૩૬ વન-ડે મૅચમાં ૨૬૯ વિકેટ અને ૨૮ ટી૨૦માં ૨૫ વિકેટ લીધી છે. પંજાબના ભૂતપૂર્વ કૅપ્ટન હરભજન ૪૮ રણજી મૅચ રમ્યો છે. તે ૨૦૦૮થી ૨૦૧૭ સુધી મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો હતો. ત્યાર બાદ તે ૨૦૧૮થી ચેન્નઈ સુપર કિંગ્સમાંથી રમી રહ્યો છે. તેની નજીકના સૂત્ર પાસેથી માહિતી મળી છે કે તે આ આઇપીએલ બાદ તમામ ફૉર્મેટને અલવિદા કહી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK