ગૌતમ ગંભીરના મતે સુનીલ નારાયણ IPLમાં પ્લેયર્સને હેરાન કરી શકે છે

Published: Sep 06, 2020, 11:08 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

કલકત્તા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ કપ્તાન ગૌતમ ગંભીરને લાગે છે કે વેસ્ટ ઇન્ડીઝનો પ્લેયર સુનીલ નારાયણ ઘણો પ્રભાવક પ્લેયર સાબિત થઈ શકે છે અને હરીફ પ્લેયરોને હેરાન કરી શકે છે.

ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર

કલકત્તા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ કપ્તાન ગૌતમ ગંભીરને લાગે છે કે વેસ્ટ ઇન્ડીઝનો પ્લેયર સુનીલ નારાયણ ઘણો પ્રભાવક પ્લેયર સાબિત થઈ શકે છે અને હરીફ પ્લેયરોને હેરાન કરી શકે છે. આ વિશે ગંભીરે કહ્યું કે ‘મારા માટે સૌથી મહત્વનું એ છે કે સુનીલ છુપાવીને બૉલ નાખે છે, જે બૅટ્સમૅન માટે અઘરો થઈ પડે છે. બૅટ્સમૅન ઓળખી નથી શકતો કે કેવા પ્રકારનો બૉલ તેની પાસે આવી રહ્યો છે. યુએઈની વિકેટ પર જો સુનીલને થોડી ઘણી પણ ગ્રિપ મળી જાય તો તે ઘણો પ્રભાવક પ્લેયર સાબિત થઈ શકે છે.
સુનીલ જે પ્રકારની બોલિંગ કરે છે એ પ્રમાણેની બોલિંગ રાશિદ ખાન પણ કરી શકે છે. આ એક નવા પ્રકારની સ્ટાઇલ છે, જેને કારણે પ્લેયર આઇપીએલમાં સફળ થઈ શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK