IPL 2020: ગૌતમ ગંભીરે જણાવ્યો ધોની અને કોહલીની કેપ્ટનશિપનો મોટો ફરક

Updated: Sep 15, 2020, 22:10 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કોહલીને શરૂઆતના દિવસોથી રમતા જોનારા ગંભીરે તેમને આઇપીએલમાં ટીમમાં વધારે ફેરફાર ન કરવાની સલાહ આપી છે.

IPL 2020: ગૌતમ ગંભીરે જણાવ્યો ધોની અને કોહલીની કેપ્ટનશિપનો મોટો ફરક
IPL 2020: ગૌતમ ગંભીરે જણાવ્યો ધોની અને કોહલીની કેપ્ટનશિપનો મોટો ફરક

ભારતીય ક્રિકેટ (Indian Cricket Team) ટીમના પૂર્વ (Former Opener Gautam Gambhir) ઓપનર ગૌતમ ગંભીરે ઇન્ડિયન પ્રીમિયર (Indin Premier League 13) લીગની 13 સીઝનની શરૂઆત પહેલા મહેન્દ્ર (Mahendra Singh Dhoni) સિંહ ધોની અને વિરાટ (Virat Kohli) કોહલીની કૅપ્ટનશીપ વચ્ચેનો ફરક જણાવ્યો છે. કોહલીને શરૂઆતના દિવસોથી રમતા જોનારા ગંભીરે (Gautam Gambhir) તેમને આઇપીએલ(IPL Team) માં ટીમમાં વધારે ફેરફાર ન કરવાની સલાહ આપી છે.

સ્ટાર સ્પોર્ટ્સના શૉ ક્રિકેટ કનેક્ટેડ પર ગંભીરે કહ્યું, "જે વિરાટ કોહલીએ કહ્યું, જ્યારે તમે તમારી ટીમમાં એક કૅપ્ટન તરીકે ખુશ થાઓ છો તો તમે પહેલાથી જ એક યોજના બનાવી લીધી હોય છે કે કયા પ્લેઇંગ ઇલેવન સાથે તમે રમો છો. જો તમે સંતુષ્ટ છો તો શાંત ભાવ પણ સાથે જ આવે છે કારણકે ઘણીવાર એવું થાય છે કે તમને આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખબર નથી પડતી કે કયા પ્લેઇંગ ઇલેવન સાથે તમે રમવાના છો. આ જ કારણ છે કે તમે ઘણાં બધાં ફેરફાર કરો છો."

"મને હજી પણ લાગે છે કે આરસીબી બેટિંગને વધારે મજબૂત બનાવવા પર ધ્યાન આપે છે. એક વસ્તુ જે તમારી થોડીક બદલાયેલી દેખાશે તે આ કે બૉલર ખુશ હશે. તેમને સાત મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નહીં રમવા પડે."

"ગંભીરે એમએસ ધોની અને વિરાટ કોહલીની કૅપ્ટનશિપ વચ્ચેનો ફરક જણાવ્યો. ગંભીર ઇચ્છે છે કે કોહલી 6થી 7 મેચ તે પ્લેઇંગ ઇલેવન સાથે રમે જેને શરૂઆતમાં રમાડવાના છે જેથી ટીમમાં નિરંતરતા આવે."

"વિરાટ કોહલી અને એમએસ ધોનીની કૅપ્ટન વચ્ચે જે સૌથી મોટો ફરક છે તે એમએસ ધોની 6થી 7 મેચ સુધી તે જ ખેલાડીઓ સાથે રમે છે. તો જો આરસીબીના ટ્રેન્ડને જોઇએ તો તે ખૂબ જ જલ્દી ફેરફાર કરે છે કારણકે તેમને શંકા હોય છે કે પ્લેઇંગ ઇલેવનમાં સંતુલન નથી."

આ જ કારણે હું જોવા માગું છું કે આરસીબી પહેલી 6થી 7 મેચમાં તે જ પ્લેઇંગ ઇલેવન સાથે રમે ભલે શરૂઆત સારી ન કરી શકે. કારણકે આમ કર્યા પછી જ ટીમના ખેલાડી સારું પ્રદર્શન કરી શકશે ન તો ત્યારે જ્યારે તમે તેમને એક કે બે મેચ આપશો. તો વિરાટ કોહલી જો માનસિક રીતે શાંત છે અને આ સૌથી સંતુલિક ટીમ છે તો જરૂરી છે કે તે કેવું પ્રદર્શન કરે છે અને કેટલા ખેલાડીઓ સાથે જળવાઈ રહે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK