IPL 2020: કૃણાલ પંડ્યા શા માટે મિમ્સનો શિકાર બન્યો?

Published: 7th October, 2020 18:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બેટિંગ કરવા આવ્યો ત્યારે તેના એક્સપ્રેશન દર વખત કરતા કંઈક અલગ જ લાગતા હતા. લોકોએ તેના એક્સપ્રેશનને કાર્યન પોલાર્ડ સાથે પણ સરખાવ્યો હતો

તસવીર સૌજન્યઃ ટ્વીટર
તસવીર સૌજન્યઃ ટ્વીટર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સની મેચ રમાઈ હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બેટિંગ કરવા આવ્યો ત્યારે તેના એક્સપ્રેશન દર વખત કરતા કંઈક અલગ જ લાગતા હતા. લોકોએ તેના એક્સપ્રેશનને કાર્યન પોલાર્ડ સાથે પણ સરખાવ્યો હતો.

સોશ્યલ મીડિયામાં કૃણાલ પંડ્યા તેના એક્સપ્રેશન માટે મિમ્સનો શિકાર બન્યો છે. ગઈ કાલથી તેના આ એક્સપ્રેશન ઉપર ખૂબ જ મીમ બની રહ્યા છે.

એક યુઝરે કહ્યું કે હું અને મારો મિત્ર સવારના લેક્ચરમાં હોઈએ ત્યારે આવા દેખાતા હોઈએ છે.

જ્યારે એક યુઝરે પોસ્ટ કરી કે સવારે ચા પીધા પહેલા આપણો મૂડ કઈક આવો જ હોય છે.

આ સિવાય ઘણા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ આપીને કૃણાલ પંડ્યાનો ફોટો શૅર કરીને મજાક કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK