IPL 2020: ભૂતપૂર્વ કોચ શ્રીકાંતે ઉઠાવ્યો પ્રશ્ન...ધોનીને જાધવમાં કયો સ્પાર્ક દેખાયો?

Published: 21st October, 2020 13:32 IST | IANS | Delhi

તમે કહો છો યુવાઓમાં સ્પાર્ક નથી. શું કેદાર જાધવમાં સ્પાર્ક છે? પીયૂષ ચાવલા હજી સુધી પોતાનો સ્પાર્ક બતાવી શક્યો છે?’

 શ્રીકાંત
શ્રીકાંત

આઇપીએલની ત્રણ વાર વિજેતા રહી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ વર્ષની આઇપીએલ નિરાશાજનક રહી છે અને ટીમનો ખરાબ પર્ફોર્મન્સ યથાવત્ છે. ૧૦માંથી માત્ર ત્રણ મૅચ જીતીને ચેન્નઈ પૉઇન્ટ ટેબલ પર સૌથી છેલ્લા સ્થાને છે. રાજસ્થાન રૉયલ્સ સામે ૭ વિકેટે હાર્યા બાદ ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે સ્વીકાર્યું હતું કે ટીમમાં ફેરફાર કરવા જરૂરી છે. જોકે ધોનીએ આ વાતનો બચાવ કરતાં કહ્યું હતું કે યુવા પ્લેયર્સે એવું કાંઈ નથી કર્યું જેને લીધે ટીમમાં ફેરફાર કરવો પડે. ધોનીએ કહ્યું કે અમે વારંવાર ટીમમાં ફેરફાર કરવા નથી ઇચ્છતા. તમે નથી ઇચ્છતા કે ડ્રેસિંગરૂમમાં અસુરક્ષાનું વાતાવરણ ફેલાય. સાથોસાથ અમે યુવાઓમાં એવા પ્રકારની કોઈ ખોટ નથી જોઈ જેને લીધે ટીમમાં ફેરફાર કરવા પડે. ટુર્નામેન્ટની બાકી મૅચોમાં અમે યુવાઓને તક આપીશું જેથી તેઓ વગર પ્રેશરે રમી શકે.’
ધોનીના આ વિચાર સાથે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર શ્રીકાંત અસહમત થયા હતા. એક ટીવી-ચૅનલ સાથેની મુલાકાતમાં શ્રીકાંતે
કહ્યું કે ‘હું ધોનીની વાતથી સહમત નથી. તમે પ્રોસેસની વાત કરો છો, પણ ટીમ-સિલેક્શનની પ્રોસેસ સંપૂર્ણ રીતે ખોટી છે. તમે કહો છો યુવાઓમાં સ્પાર્ક નથી. શું કેદાર જાધવમાં સ્પાર્ક છે? પીયૂષ ચાવલા હજી સુધી પોતાનો સ્પાર્ક બતાવી શક્યો છે?’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK