ટુર્નામેન્ટની બીજી જ મેચમાં દર્શકોને સુપર ઓવરના દર્શન થયા હતા. જોકે સુપર ઓવર એટલી રસપ્રદ નહોતી. દિલ્હી કૅપિટલ્સને ત્રણ રન જોઈતા હતા જે સરળતાથી કરી દીધા હતા.
કિંગ્સ ઈલેવન પંજાબના રાહુલ બે બોલમાં બે રન ઉપર આઉટ અને ત્રીજા બોલમાં પુરન આઉટ થતા દિલ્હીને ફક્ત ત્રણ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
સુપર ઓવર પહેલા ત્રણ બોલમાં ફક્ત એક રન જોઈતા હતા પરંતુ કિંગ્સ ઈલેવન પંજાબ કરી શક્યું નહીં ઉલટુ છેલ્લા બંને બોલમાં વિકેટ પડી અને સેટ બેટ્સમેન મયંક અગ્રવાલ આઉટ થયો હતો. જોકે પહેલા ત્રણ બોલમાં જ અગ્રવાલે 12 રન કરી દીધા હતા.
માર્ક્સ સ્ટોઈનિસે આક્રમક બેટિંગ કરીને મેચ સ્કોર સ્પર્ધાત્મક બનાવ્યો હતો. માત્ર 20 બૉલમાં તેણે અર્ધ શતક પુરો કર્યો હતો. તેમ જ છેલ્લી ઓવરમાં દિલ્હી કૅપિટલ્સે 30 રન ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સ ઈલેવનને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મયંક અગ્રવાલે 60 બૉલમાં 89 રન કર્યા હતા.
કિંગ્સ ઈલેવન પંજાબે પહેલી ચાર ઓવરમાં વિના વિકેટે 30 રન કર્યા પરંતુ તે પછી પાંચ રનમાં જ ચાર વિકેટ પડી ગઈ અને મેચ જાણે દિલ્હી કૅપિટલ્સના હાથમાં ગઈ હતી. જોકે ગોથમ અને મયંક અગ્રવાલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 45 રનની પાર્ટનરશીપ થતા મેચ ફરી ઈન્ટરસ્ટીંગ બની હતી. તેમ જ 17મી ઓવરમાં 17 રન ફટકાર્યા હતા.
કેએલ રાહુલ 19 બોલમાં 21 રન, મયંક અગ્રવાલ 39 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે 38 રન, કરૂણ નાયર ત્રણ બોલમાં ફક્ત એક રન, પુરન શૂન્ય, મેક્સવેલ ચાર બોલમાં એક રન, સરફરાઝ ખાન 12 બોલમાં 12 રન, ગોથમ 14 બોલમાં એક સિક્સ અને એક ફોર મારીને 20 રન ઉપર આઉટ થયો હતો.
મેચ દરમિયાન અશ્વિન ઈન્જર્ડ થતા તે ફરી પેવેલિયનમાં ગયા હતા. અશ્વિને એક ઓવરમાં બે રન આપીને બે વિકેટ લીધી હતી.
R Ashwin injures his shoulder.
— IndianPremierLeague (@IPL) September 20, 2020
Diving on his right, R Ashwin injured his left shoulder and left the field immediately. That would have hurt.
📽️📽️https://t.co/8fzLyZnDge #Dream11IPL #DCvKXIP
દિલ્હી કૅપિટલ્સના બૉલર્સે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અક્ષર પટેલે ચાર ઓવરમાં ફક્ત 14 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી હતી. એનરિચ નોર્ટજીએ 4 ઓવરમાં 33 રન આપ્યા અને મોહિત શર્માએ 4 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ લીધી હતી. રબાડાએ 4 ઓવરમાં 28 રન આપીને બે વિકેટ લીધી હતી.