IPL 2020: ફિન્ચનો ડ્રેસિંગરૂમમાં સ્મોકિંગ કરતો વિડિયો વાઇરલ થતાં વિવાદ

Published: 19th October, 2020 22:42 IST | IANS | Dubai

ચાહકો બૅન્ગલોર અને ફિન્ચ પર ભારે નારાજ થયા હતા. કેટલાકે આઇપીઅેલમાં ડ્રેસિંગરૂમના નિયમો વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું હતું.

ઑસ્ટ્રેલિયાનો લિમિટેડ ઓવરનો કૅપ્ટન અને આઇપીઅેલમાં બૅન્ગલોર વતી રમી રહેલા ઍરોન ફિન્ચનો ડ્રેસિંગરૂમમાં સ્મોકિંગ કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ થયો છે. રાજસ્થાન સામે બૅન્ગલોરને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૦ રનની જરૂર હતી ત્યારે કૅમેરામૅને બૅન્ગલોરના કૅમ્પનો મૂડ જાણવા કૅમેરા એ તરફ ફેરવ્યો ત્યારે અેક અજીબ દૃશ્યએ લોકોને ચોંકાવી દીધા હતા. ઓપનર ઍરોન ફિન્ચ સ્મોકિંગ કરી રહ્યો હતો. કદાચ તે ઈ-સિગારેટ પી રહ્યો હતો.
આ વિડિયો સોશ્યલ મીડિયામાં તરત જ વાઇરલ થયો હતો. ચાહકો બૅન્ગલોર અને ફિન્ચ પર ભારે નારાજ થયા હતા. કેટલાકે આઇપીએલમાં ડ્રેસિંગરૂમના નિયમો વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK