IPL 2020: ધાર્યું ધોનીનું જ થાય

Published: 15th October, 2020 14:33 IST | IANS | Dubai

માહીના વિરોધ બાદ અમ્પાયરે નિર્ણય બદલ્યો

 સોશ્યલ મીડિયામાં આ વિશે જાતજાતની કમેન્ટ થવા લાગી હતી અને અમુકે ચેન્નઈ ફેર પ્લેનો અવૉર્ડ આપી દેવાનું સૂચન કર્યું હતું.
સોશ્યલ મીડિયામાં આ વિશે જાતજાતની કમેન્ટ થવા લાગી હતી અને અમુકે ચેન્નઈ ફેર પ્લેનો અવૉર્ડ આપી દેવાનું સૂચન કર્યું હતું.

પંજાબ-દિલ્હી વચ્ચેના જંગમાં શૉર્ટ બૉલ તથા ચેન્નઈની અેક મૅચમાં રિવ્યુ ન હોવા છતાં થર્ડ અમ્પયારને રિફર કરવાના અમ્પાયરનો વિવાદ ત્રયા બાદ આઇપીઅેલની આ ૧૩મી સીઝનમાં મંગળવારે વધુ અેક અજબ નજારો જોવા મળ્યો હતો. આને લીધે ફરી વર્લ્ડ બેસ્ટ ટુનર્નાન્ટમાં અમ્પાયરિંગના લેવલ વિશે ચર્ચા થવા લાગી હતી. મંગળવારે સેકન્ડ ઇનિંગ્સમાં ચેન્નઈ સામે હૈદરાબાદને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે ૨૭ રનની જરૂર હતી. ૧૯મી શાર્દુલ ઠાકુરની અે ઓવરના પહેલા બૉલમાં બે રન બાદ ત્રીજો બૉલ વાઇડ પડ્યો હતો. ત્યાર બાદનો બૉલ પણ તેણે ઑફ-સ્ટમ્પથી ઘણો દૂર ફેંક્યો હતો અને અમ્પાયર પૉલ રિફેલે વાઇડનો ઇશારો કરવા હાથ અડધા ફેલાવ્યા ત્યાં ધોની ગુસ્સામાં કંઈક બોલતાં તેમણે વાઇડ આપવાનું માંડી વાળ્યું હતું. બૅટ્સમૅન રાશિદ ખાન અને ડગ-આઉટમાં બેસેલી હૈદરાબાદી ટીમ નારાજ થઈ ગઈ હતી. કૅપ્ટન ડેવિડ વૉર્નર તો તેની સીટ પર ઊભો થઈ ગયો હતો. આમ કોઈ ખેલાડીની નારાજગીને લીધે અમ્પાયર નિર્ણય બદલે એ ઘણાને હજમ નહોતું થયું. સોશ્યલ મીડિયામાં આ વિશે જાતજાતની કમેન્ટ થવા લાગી હતી અને અમુકે ચેન્નઈ ફેર પ્લેનો અવૉર્ડ આપી દેવાનું સૂચન કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK