મને નવાઈ લાગે છે કે સૅમસન ભારત વતી દરેક ફૉર્મેટમાં કેમ નથી રમતો: શેન વૉર્ન

Published: 27th September, 2020 13:46 IST | Gujarati Mid-day Correspondent | Dubai

ઑસ્ટ્રેલિયન લેજન્ડ સ્પિનર અને હાલમાં રાજસ્થાન રૉયલ્સનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર અને મેન્ટર શેન વૉર્નને નવાઈ લાગે છે કે સંજુ સૅમસન હજી સુધી ભારત વતી દરેક ફૉર્મેટમાં કેમ નથી રમી રહ્યો?

શેન વૉર્ન
શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયન લેજન્ડ સ્પિનર અને હાલમાં રાજસ્થાન રૉયલ્સનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર અને મેન્ટર શેન વૉર્નને નવાઈ લાગે છે કે સંજુ સૅમસન હજી સુધી ભારત વતી દરેક ફૉર્મેટમાં કેમ નથી રમી રહ્યો? સૅમસને પહેલી મૅચમાં ચેન્નઈ સામે ૧૯ બૉલમાં હાફ-સેન્ચુરી કરીને ૩૨ બૉલમાં ૯ સિક્સર સાથે ૭૪ રનની મૅન-વિનિંગ ઇનિંગ્સ રમીને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. સૅમસનને ચૅમ્પિયન ખેલાડી ગણાવતાં વૉર્ને કહ્યું હતું કે ‘સંજુ સૅમસન અદ્ભુત ખેલાડી છે. હું ઘણા વખતથી કહું છું અને મને લાગે છે મેં લાંબા સમય બાદ જોયો. તે એક મોસ્ટ એક્સાઇટિંગ ખેલાડી છે. મને નવાઈ લાગી રહી છે કે ભારત વતી તે બધાં ફૉર્મેટમાં કેમ નથી રમી રહ્યો. આશા રાખું છું કે સૅમસન રાજસ્થાન માટે આગામી મૅચમાં પણ તેનો ક્લાસ જાળવી રાખે અને હું અને ભારતીય ટીમ વતી દરેક ફૉર્મેટમાં રમવો જોઈએ.’ 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK