IPL 2020: મુંબઈ સામેની મૅચમાં રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવનમાં થશે ફેરફાર

Updated: 6th October, 2020 09:20 IST | Agency | Abu Dhabi

પરાગ અને ઉનડકટનું પત્તું કપાશે, આ બન્ને ખેલાડીઓનું ફૉર્મ કૅપ્ટન સ્મિથ માટે ચિંતાનુ કારણ

રોહિત અને સ્મિથ
રોહિત અને સ્મિથ

આજે અબુ ધાબીમાં મુંબઈ સામે રાજસ્થાન ટકરાશે ત્યારે એણે પોતાની લાઇનઅપમાં ફેરફાર કરવો પડશે. શારજાહમાં શાનદાર શરૂઆત કર્યા બાદ દુબઈ અને અબુ ધાબીમાં એણે હારનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ મુંબઈ હાલ નેટ રનરેટમાં આગળ હોવાને કારણે ટોચ પર છે. બૅન્ગલોર સામેની સુપરઓવરમાં હાર્યા બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયને પંજાબ અને હૈદરાબાદને અનુક્રમે ૪૮ અને ૩૪ રનથી હરાવ્યું છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે હાલમાં એ એકદમ સમતોલ ટીમ લાગે છે. કૅપ્ટન રોહિત શર્મા (૧૭૬) સારા ફૉર્મમાં છે અને ક્વિન્ટન ડિકૉકે પણ ફૉર્મ પાછું મેળવ્યું છે. કીરોન પોલાર્ડે સાતત્ય જાળવ્યું છે. ઈશાન કિશન પણ ફૉર્મમાં છે, તો હાર્દિક પંડ્યા પણ સારો ફિનિશર છે અને તેનો ભાઈ કૃણાલ પણ છેલ્લી મૅચમાં તેની સાથે જોડાયો છે.
બીજી તરફ રાજસ્થાનની વાત કરીએ તો બેન સ્ટોક્સ ક્વૉરન્ટીન-પિરિયડ પૂર્ણ કરીને ૧૧ ઑક્ટોબરથી ટીમમાં જોડાય એ પહેલાં એ ટીમ નબળી જણાય છે. એનું મહત્વનું કારણ જોશ બટલર (૩ મૅચમાં ૪૭ રન) અને જયદેવ ઉનડકટ (૪ મૅચમાં ૯.૯૭ની ઇકૉનૉમીથી ૧ વિકેટ)નું ખરાબ ફૉર્મ છે. રિયાન પરાગ પણ ગયા વર્ષ જેવું ફૉર્મ બતાવી શક્યો નથી. સ્ટીવ સ્મિથ પરાગને ડ્રૉપ કરી યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને બૅટિંગ-ઑર્ડરમાં ટૉપ પર તક આપે તેમ જ પોતે પછીથી આવે એવું બને. શેન વૉર્ને પી.ટી.આઇ.ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઉનડકટ પોતાની ભૂમિકા સરખી રીતે ભજવી શક્યો નથી. પાવરપ્લે કે ડેથ ઓવરમાં તેનું પ્રદર્શન સારું નથી રહ્યું. પરિણામે ટૉમ કરેન અને જોફ્રા આર્ચર પર ભારે દબાણ આવી જાય છે. સ્મિથ અનુભવી વરુણ ઍરોન અથવા યુવા કાર્તિક ત્યાગીને તક આપી શકે છે.

First Published: 6th October, 2020 07:17 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK