IPLમાં કયા બેટ્સમેને બનાવ્યા છે સૌથી વધુ રન, જાણો છો?

Updated: Sep 13, 2020, 15:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સૌથી વધારે રન બનાવવાનો રેકૉર્ડ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીના નામે છે

વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શિખર ધવન
વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શિખર ધવન

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020ને શરૂ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે. 19 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થનારી IPL ની સીઝન 13 માટે સહુ કોઈ ઉત્સુક છે. જોકે, હંમેશા કરતા આ વર્ષે IPLનો માહોલ થોડોક જુદો હશે. કારણકે IPL પર પણ તો કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. IPLની આગામી સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં આપણે જુની સિઝનની યાદોને વાગોળવી રહી. આજે આપણે IPLના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનારા ટૉપ ફાઈવ બેટ્સમેનોની વાત કરીશું.

IPLમાં સૌથી વધુ રન બનાવનારા ટૉપ પાંચ બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં ચાર ભારતીય બેટ્સમેનોનો સમાવેશ છે. ચાલો જાણીએ કયા પાંચ બેટ્સમેનોએ બનાવ્યા છે IPLમાં સૌથી વધુ રન...

1. વિરાટ કોહલી (Virat Kohli)

Virat Kohli

મેચ: 177

રન: 5,412

બેસ્ટ સ્કોર: 113

સદી: 5

અડધી સદી: 36

2. સુરેશ રૈના (Suresh Raina)

Suresh Raina

મેચ: 193

રન: 5,368

બેસ્ટ સ્કોર: 100*

સદી: 1

અડધી સદી: 38

3. રોહિત શર્મા (Rohit Sharma)

Rohit Sharma

મેચ: 188

રન: 4,898

બેસ્ટ સ્કોર: 109*

સદી: 1

અડધી સદી: 36

4. ડેવિડ વોર્નર (David Warner)

David Warner

મેચ: 126

રન: 4,706

બેસ્ટ સ્કોર: 126

સદી: 4

અડધી સદી: 44

5. શિખર ધવન (Shikhar Dhawan)

Shikhar Dhawan

મેચ: 159

રન: 4,579

બેસ્ટ સ્કોર: 97*

સદી: 0

અડધી સદી: 37

હવે, IPLની સિઝન 13 પુર્ણ થાય પછી જોવાનું રહેશે કે આ ક્રમમાં કેટલો ફેરફાર થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK