IPL 2020: બેટિંગ કરતી વખતે આ છે વિરાટ કોહલીની અંધશ્રદ્ધા

Updated: 16th October, 2020 11:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

એક લાઈવ ચેટ દરમિયાન વિરાટ કોહલીએ પોતાના અંધવિશ્વાસનો ખુલાસો કર્યો છે, પિતા બનવાની ટિપ્સ લે છે મેરીકોમ પાસેથી

વિરાટ કોહલી
વિરાટ કોહલી

રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર (Royal Challengers Bangalore)નો તુફાની બેટ્સમેન અને કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) જ્યારે મેદાન પર બેટિંગ કરતો હોય ત્યારે કોઈએ કઈ નોટિસ કર્યું છે ખરું? ફક્ત ઈન્ડિયન પ્રિમિયર લીગ ()માં જ નહીં પરંતુ ભારતીય ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય મેચ રમતો હોય ત્યારે એક બાબત ખાસ નોટિસ કરવા જેવી છે. કોહલી મેદાન પર હંમેશા સફેદ બૂટમાં જોવા મળે છે. વિરાટે સફેદ બૂટ પહેરીને બેટિંગ કરવા ઉતરવાની બાબતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બેટિંગ કરતી વખતે સફેદ બૂટ પહેરવા પાછળ વિરાટ કોહલીનો અંધવિશ્વાસ છે અને તેણે આ ખુલાસો તાજેતરમાં એક લાઈવ ચેટમાં કર્યો છે.

ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટીના કોચ પેપ ગુઆર્ડિઓલા સાથે તાજેતરમાં વિરાટ કોહલીએ લાઈવ ચેટ કર્યું હતું. આ લાઈવ ચેટ દરમિયાન વાતચીતમાં વિરાટ કોહલીએ પેપ ગુઆર્ડિઓલાને કહ્યું કે, ‘મને સફેદ બૂટ પહેરીને બેટિંગ કરવાનું ગમે છે. તે મારા માટે અંધવિશ્વાસ જેવું છે. હું જ્યારે પણ બેટિંગ કરું છું તો તે મારો ઝોન હોય છે અને હું મારી એકદમ નજીક રહીને પરફોર્મ કરવા માગું છું.’

આ દરમિયાન વિરાટે ગુઆર્ડિઓલાને પણ પૂછ્યું કે, તેઓ કેવા પ્રકારના બૂટ પહેરીને રમતા હતા. ત્યારે ગુઆર્ડિઓલાએ કહ્યું કે, ‘હું જ્યારે રમતો હતો ત્યારે માત્ર કાળા બૂટ રહેતા હતા. હવે કાળા બૂટ શોધવા મુશ્કેલ છે. એક વખત મેં લાલ બૂટ પહેર્યા તો મારા મેન્ટર અને મેનેજર જોહાન ક્રિફે મને લાલ બૂટ બદલીને કાળા બૂટ પહેરવા કહ્યું હતું.’

ખાલી સ્ટેડિયમમાં મેચ રમવા વિશે વિરાટ કોહલીએ કહ્યું કે, ‘ખાલી સ્ટેડિયમમાં મેચ રમવું એવું લાગે છે, જાણે ફ્રેન્ડલી મેચ ચાલતી હોય. અમે ફેન્સને મિસ કરીએ છીએ. વાતાવરણ સારું થતાં લોકોને સ્ટેડિયમમાં લાવવા પડશે’.

વિરાટ કોહલીએ છ વખત વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરિકોમ સાથે પણ ચેટ કર્યું હતું. કોહલી આવતા વર્ષે જાન્યુઆરીમાં પિતા બનવાનો છે. તે રમત અને પિતાની જવાબદારીઓ વચ્ચે સંતુલન બનાવવા માટે મેરિકોમ પાસેથી શીખ લેવા માગે છે.

કોહલીએ મેરિકોમને પૂછ્યું, ‘તમે એક માતા છો. પોતાની પ્રેક્ટિસ, વધુ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો વગેરેમાં સંતુલન કેવી રીતે રાખો છો. માતા-પિતાની ભૂમિકા અને વ્યસ્ત કરિઅર વચ્ચે સંતુલન બનાવવા અંગેની વાત તમારાથી વધુ સારું બીજું કોઈ કરી રીતે સમજાવી શકે.’ ત્યારે મેરિકોમે કહ્યું કે, ‘પતિએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે. હું જે ઈચ્છું છું એ દરેક બાબતનું ધ્યાન રાખ્યું છે’.

કોહલીની વાત પરથી ખબર પડે છે કે તે પિતા બનવા માટે કેટલો ઉત્સુક છે.

First Published: 16th October, 2020 11:16 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK