IPL 2020: કાર્તિકની ૩૦૦ ટી૨૦ અને ૧૦ વખત ઝીરો

Published: 28th October, 2020 14:58 IST | Agencies | Sharjah

૩૦૦ ટી૨૦ મૅચ રમનાર રૈના, રોહિત અને ધોની બાદ કાર્તિક ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો.

દિનેશ કાર્તિક
દિનેશ કાર્તિક

સોમવારે પંજાબ સામેની મૅચ કલકત્તાના દિનેશ કાર્તિકની ટી૨૦ કરીઅરની ૩૦૦મી મૅચ હતી. આ સાથે તે રોહિત શર્મા, સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોનીની ક્બલમાં સામેલ થઈ ગયો હતો. ૩૦૦ ટી૨૦ મૅચ રમનાર રૈના, રોહિત અને ધોની બાદ કાર્તિક ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો.
અમિત મિશ્રાની કરી બરોબરી
આ લૅન્ડમાર્ક મૅચમાં કાર્તિક ઝીરોમાં આઉટ થયો હતો. આઇપીએલમાં તેણે ૧૦મી વાર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈને અમિત મિશ્રાની બરોબરી કરી હતી. આઇપીએલમાં ઝીરો પર સૌથી વધુ ૧૩ વાર હરભજન સિંહ અને પાર્થિવ પટેલ આઉટ થયા છે. ૧૨ વાર પીયૂષ ચાવલા, મનીષ પાંડે, અજિંક્ય રહાણે, અંબાતી રાયુડુ, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર તો ૧૧ વાર મનદીપ સિંહ ઝીરો પર આઉટ થયો છે.

૩૦૦ મૅચ રમનાર ભારતીય ખેલાડીઓ
ખેલાડી મૅચ
રોહિત શર્મા ૩૩૭
મહેન્દ્ર સિંહ ધોની ૩૨૯
સુરેશ રૈના ૩૧૯
દિનેશ કાર્તિક ૩૦૦

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK