IPL 2020: દિનેશ કાર્તિકે શા માટે KKRની કૅપ્ટન્સી છોડી?

Updated: 16th October, 2020 15:53 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કેકેઆરમાં દિનેશ કાર્તિકની બદલે હવે ઓઈન મોર્ગન (Eoin Morgan) કૅપ્ટન બનશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કૅપ્ટન દિનેશ કાર્તિક (Dinesh Karthik)એ કૅપ્ટન્સીની જવાબદારીને છોડી છે. આ સીઝનમાં ટીમ અપેક્ષાઓ મુજબ રમી શકી નથી એવામાં દિનેશ કાર્તિકે કૅપ્ટન્સી છોડતા ઘણી અટકળો ઉભી થઈ છે.

કેકેઆરમાં દિનેશ કાર્તિકની બદલે હવે ઓઈન મોર્ગન (Eoin Morgan) કૅપ્ટન બનશે. સમાચાર મુજબ દિનેશ કાર્તિક પોતાની બેટિંગ ઉપર વધુ ધ્યાન આપીને ટીમને જીતાડવામાં વધુ ફાળો આપી શકે તે માટે તેણે આ પગલુ લીધુ છે. કેકેઆર મેનેજમેન્ટે કાર્તિકનો અઢી વર્ષ સુધી કૅપ્ટન રહેવા બદલ આભાર માનવાની સાથે ઓઈન મોર્ગનને શુભેચ્છા આપી હતી.

કેકેઆરની અધિકૃત વેબસાઈટમાં કેકેઆરના સીઈઓ વેન્કી મૈસુરે કહ્યું હતું કે, અમે નસીબદાર છીએ કે અમારી પાસે દિનેશ કાર્તિક જેવા કૅપ્ટન્સ છે જે હંમેશા ટીમને પ્રાથમિકતા આપે છે. આવા પ્રકારના નિર્ણય લેવા માટે વ્યક્તિમાં ખૂબ હિંમત હોવી જોઈએ. અમે કાર્તિકના આ નિર્ણયથી અચંબામાં છીએ પણ મને તેના નિર્ણયને માન આપીએ છીએ. ઓઈન મોર્ગન 2019 વર્લ્ડ કપ વિજેતા ટીમના એક ખેલાડી છે, જે ટીમની આગેવાની કરવા માટે આતુર છે.

First Published: 16th October, 2020 15:36 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK