IPL 2020: મેદાનની બહાર ખેલાડીઓમાં #BreakTheBeard ચેલેન્જ

Published: 8th October, 2020 17:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સૌથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના ટીમમેટ કાર્યન પોલાર્ડને આ ચેલેન્જ આપી હતી

તસવીર સૌજન્યઃ દિનેશ કાર્તિકનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ દિનેશ કાર્તિકનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં દરેક ટીમ એકબીજાને જબરદસ્ત ટક્કર આપી રહી છે. ઘણી મેચો ખૂબ જ ઈન્ટરસ્ટીંગ બની છે, એવામાં આઈપીએલના ખેલાડીઓ મેદાનની બહાર  #BreakTheBeard ચેલેન્જ એકબીજાને આપી રહ્યા છે.

તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના ટીમમેટ કાર્યન પોલાર્ડને #BreakTheBeard ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને સ્વિકારતા પોલાર્ડે પોતાની ડાઢી કપાવીને ફક્ત ફ્રેન્ચ કટ રાખી હતી અને સોશ્યલ મીડિયામાં આ બાબતની પોસ્ટ પણ મૂકી હતી.

આજે કોલકાતા નાઈટ રાઈડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિકે #BreakTheBeard ચેલેન્જ સ્વિકારીને પોતાનો નવો લુક સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેણે પોલાર્ડને ટૅગ કરીને કહ્યું કે, મેં ચેલેન્જ સ્વિકારી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK