IPL 2020 : ઘાયલ દિલ્હી, ઇન્જર્ડ ઇશાન્ત શર્મા આઉટ

Published: 13th October, 2020 14:15 IST | IANS | Mumbai

અમિત મિશ્રા બાદ દિલ્હીને વધુ એક ઝટકો લાગ્યો છે

ઇશાંત શર્મા
ઇશાંત શર્મા

અમિત મિશ્રા બાદ દિલ્હીને વધુ એક ઝટકો લાગ્યો છે. અનુભવી પેસ બોલર ઇશન્ત શર્મા પણ ગઈ કાલે ઇન્જરીને લીધે આઇપીએલની આ સીઝનમાંથી આઉટ થઈ ગયો છે. ટુર્નામેન્ટ પહેલાં પ્રૅક્ટિસ દરમ્યાન થયેલી ઇન્જરીને લીધે ઇશાન્ત ૭માંથી એક જ વાર હૈદરાબાદ સામે રમ્યો હતો, જેમાં તેણે ૪ ઓવરમાં ફક્ત ૨૬ રન આપ્યા હતા, પણ વિકેટ નહોતો લઈ શક્યો. દિલ્હીના વિકેટકીપર રિષભ પંતની ઇન્જરીથી પણ પરેશાન છે. રિષભ કદાચ એક અઠવાડિયું નહીં રમી શકે.
પરેશાન દિલ્હી કદાચ મિડ-સીઝન વિન્ડોમાં રાજસ્થાન પાસેથી એકાદ ભારતીય વિકેટકીપર મેળવવાનું વિચારી રહી છે. રાજસ્થાન પાસે જોશ બટલર, સંજુ સૅમસન, રૉબિન ઉથપ્પા અને અનુજ રાવત એમ ચાર-ચાર વિકેટ છે. દિલ્હી અનુજ રાવતની માગણી કરી શકે છે. દિલ્હીએ મુંબઈ સામે પંતની જગ્યાઅે કૅરીને રમાડવો પડ્યો હતો અને એને લીધે શિમરન હૅટમાયરને બહાર બેસાડવો પડ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK