IPL 2020: દિલ્હીનો કેપ્ટન કહે છે આ વૅક અપ કૉલ હતો, જવાબદારીથી રમવું પડશે

Published: 22nd October, 2020 17:47 IST | PTI | Dubai

મૅચ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐયરે સ્વીકાર્યું હતું કે પ્લેયરોએ વધારે જવાબદારી સાથે રમવું પડશે અને આ પરાજય તેમના માટે એક વૅક અપ કૉલ છે.

 શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર

) ઇન્ડિયન પ્રીમિયર લીગના પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર રહેનાર દિલ્હી કૅપિટલ્સને પંજાબ પાસેથી પરાજય મળ્યો હતો, જેમાં ટીમના ઓપનર શિખર ધવને પોતાનું ફૉર્મ બતાવતાં સતત બીજી મૅચમાં સેન્ચુરી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. શિખર સિવાય આ મૅચમાં દિલ્હીનો કોઈ પણ પ્લેયર લાંબી ઇનિંગ નહોતો રમી શક્યો. મૅચ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐયરે સ્વીકાર્યું હતું કે પ્લેયરોએ વધારે જવાબદારી સાથે રમવું પડશે અને આ પરાજય તેમના માટે એક વૅક અપ કૉલ છે.
ઐયરે કહ્યું કે ‘આ અમારા માટે વૅક અપ કૉલ જેવું છે. ટુર્નામેન્ટમાં આગળ વધતાં અમારે દમદાર ટીમ સાથે સમગ્ર પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે. ભૂતકાળમાં અમે ઘણી સારી ક્રિકેટ રમ્યા છીએ, પણ એને ભૂતકાળમાં જ રાખીને તમારે આગળ વધવું પડશે. અમારે ખૂલીને વધારે રન ફટકારવા પડશે અને પોતાની જવાબદારી સ્વીકારવી પડશે. આગળના રાઉન્ડમાં ક્વૉલિફાઈ થવા માટે અમારે એક મૅચ જીતવાની જરૂરત છે અને એ વાતને ધ્યાનમાં રાખીને અમે હાલપૂરતું તે એક મૅચ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ. જે પ્રમાણે શિખર ધવન બૅટિંગ કરી રહ્યો છે એનાથી હું ઘણો ખુશ છું. એક બૅટ્સમૅન તરીકે તે અમારા માટે એક જબરદસ્ત પ્લૅટફૉર્મ પર રહ્યો છે. અમને અમારી જવાબદારીનો પૂરતું જ્ઞાન છે. બીજી બાજુ મને લાગે છે કે અમારા બૅટ્સમેન ઘણા સારા ફૉર્મમાં છે. કદાચ વધારે પડતા થાકી જવાથી એક-બે મૅચ અહીં-ત્યાં થઈ ગઈ છે. બાકી તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખીને અમે જરૂરથી આગળ વધશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK