IPL 2020: દિલ્હી કૅપિટલ્સ 59 રને જીતી

Published: 5th October, 2020 23:07 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રબાડાએ ચાર વિકેટ લીધી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે દુબઈમાં થયેલી મેચમાં પહેલી બેટિંગ કરતા DCએ પહેલી ઈનિંગમાં ચાર વિકેટે 196 રન કર્યા હતા, જેની સામે આરસીબીએ 137 રન કર્યા હતા.

પહેલી ઈનિંગમાં દિલ્હી કૅપિટલ્સના ઓપનર્સે સ્થિર શરૂઆત કરી હતી. પૃથ્વી શોએ 23 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ મારીને 42 રન અને શિખર ધવને 28 બોલમાં ત્રણ ફોર સાથે 32 રન કર્યા હતા. બંને વચ્ચે 40 બોલમાં 68 રનની પાર્ટનરશીપ થતા ટીમને એક સારી શરૂઆત મળી હતી. કૅપ્ટન શ્રેયસ ઐય્યરે 13 બોલમાં ફક્ત 11 રન, વિકેટકીપર રિષભ પંત 25 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ સાથે 37 રને આઉટ થયો હતો. અંતે સ્ટોઈનીસે 26 બોલમાં છ ફોર અને બે સિક્સ મારીને 53 રન અને હૅથમેયરે સાત બોલમાં એક સિક્સ સાથે 11 રને નોટઆઉટ રહ્યા હતા.

આરસીબીમાં ઉદાનાએ ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ, વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 20 રન, નવદિપ સૈનીએ ત્રણ ઓવરમાં 48 રન, યુઝવેન્દ્ર ચહલે ત્રણ ઓવરમાં 29 રન, સિરાજે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ અને મોઈન અલીએ બે ઓવરમાં 21 રન આપીને એક વિકેટ લીધી હતી.

stonis

બીજી ઈનિંગમાં પહેલી છ ઓવરમાં જ આરસીબીના ત્રણ બેટ્સમેન પેવેલિયન ભેગા થયા હતા.  દેવદત પડીક્કલ ફક્ત ચાર રન, એરોન ફીન્ચ 13 રન, એબી ડી વિલિયર્સ નવ રન, મોઈન અલી 11 રને આઉટ થયો હતો. કૅપ્ટન વિરાટ કોહલી 39 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 43 રન, વોશિંગ્ટન સુંદર 11 બોલમાં 17 રન, શિવમ દુબે 11 રન, ઉદાના એક રન, સિરાજ પાંચ રન, નવદિપ સૈની 12 બોલમાં 12 રન કર્યા હતા.

દિલ્હી કૅપિટલ્સના બોલર્સમાં અક્ષર પેટેલ ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 26 રન આપીને એક વિકેટ, રબાડાએ ચાર ઓવરમાં 24 રન આપીને ચાર વિકેટ લીધી હતી. નોર્તજેએ ચાર ઓવરમાં બાવીસ રન આપીને બે વિકેટ અને હર્ષલ પટેલે ચાર ઓવરમાં 43 રન આપ્યા હતા. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK